શબ્દોની ગમ્મત 2

 💐*શબ્દોની ગમ્મત* 💐


આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૨

-------------------


૨૧)​ ચીંચીં - ચકલીનો અવાજ, છછુંદરનો અવાજ


૨૨)​ ચીચી - નાની છોકરી; ગગી; કીકી, ચી ચી એવો અવાજ


૨૩)​ ચૂંચૂં - ઉંદર, ઉંદરના બોલવાનો અવાજ, ચીં ચીં એવો અવાજ કરતું રમકડું, ડાચું; મોઢું, પંખીનાં બચ્ચાંનો અવાજ, બડબડવું તે; ગણગણવું તે; હા ના કર્યા કરવું તે, તેજથી અંજાઈ જાય તેવી ઝીણી આંખોવાળું; ચૂંચી આંખોવાળું; ચૂંધળું; ચૂંખળું; ચૂંખડું, મંદ દૃષ્ટિનું.


૨૪)​ ચુચુ – ગુદા, યોનિ, થાનનો ઉપલો ભાગ; કુચાગ્ર; સ્તનની ડીંટડી; સ્તનનો અગ્રભાગ


૨૫)​ ચેંચેં​ - બકવાસ; લવારી, આનાકાની, પતરાજી; બડાઈ; શેખી, પંખીના બચ્ચાનો બોલવાનો અવાજ

 

૨૬)​​ ચોચો - ​એક જાતનો વેલો


૨૭)​​છીછી ​-​ખીચડી, કચરો; ખરાબ વસ્તુ; મલિનતા, ગૂ; છી; નરક,​માલ વિનાનું; કિંમત વગરનું; તુચ્છ, અણગમો કે તિરસ્કાર બતાવનાર શબ્દ; છટ; છટછટ, ગંદકીસૂચક ઉદ્ગાર


૨૮)​​ જજ ​-​ ન્યાયાધીશ, યોદ્ધો; લડવૈયો


૨૯) જાજા - ઘણા; ઝાઝા.


૩૦)​​ જીજી ​-​ ગરાસિયામાં બાપને માટે વપરાતો શબ્દ, આંખની કીકી, એ નામની મેમણની એક અટક, બા; માતાજી, ધાવ; દૂધમા, બહેન; મોટી બહેન; દીદી, મોટી મા; દાદી


ક્રમશઃ 


આધાર 

---------- 

ભગવદ્ગોમંડલકોશ

 

સંકલન :

----------

રાજેશ પટેલ

(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)

મદદનીશ શિક્ષક

મેતપુર પ્રાથમિક શાળા

તા. ખંભાત 

જિલ્લો : આણંદ


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3