શબ્દોની ગમ્મત* -4

 💐*શબ્દોની ગમ્મત* 💐


આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૩

-------------------


૩૧)​​ જૂજૂ -​ હાઉ; એક કલ્પિત ભયંકર જીવ (તેનું નામ નાનાં બાળકોને ડરાવવા માટે લેવામાં આવે છે.)


૩૨)​​ જેજે​ - જય જય; વંદન, જયાત્મક ઉદ્ગાર; જય જય એમ કહેવું તે; વંદનસૂચક ઉદ્ગાર, ફતેહ, જે ગમે તે; કરવું હોય તે, જેટલાં, દરેક; પ્રત્યેક


૩૩)​​ જોજો​ -​ સંભાળજો; યાદ રાખજો.


૩૪)​​ ઝાઝા ​-​ ઘણા, ભાંગ વડે બનાવેલું નશાવાળું મિશ્રણ; ઓછા પ્રમાણમાં મસ્ત બનાવે તેવી ભાંગ, સંતાકૂકડી જેવી એક રમત


૩૫)​​ ટાટા​ -​ એક અટક, આવજો (અંગ્રેજી)


૩૬)​​ ટીટી ​-​ મોઈદંડાની રમતમાં એક દાવ (તેમાં મોઈને દંડો મારી હવામાં થોડી ઉડાડી બીજો ફટકો મારવામાં આવે છે.)


૩૭)​​ ટેંટેં ​-​ ટીડપીડ કરવી તે; અણગમાનો બડબડાટ, દુઃખથી કાયર થઈ જવાને લીધે અણગમાનું માર્યું નાના નિર્બળ બાળકનું રહી રહીને રો રો કરવું તે; ખાલી દુઃખ ઉત્પન્ન કરે એવી દયા ભરેલી રીતે રડવું તે, બરાડવું તે; આરડવું તે, પોપટ પહેલી વખતે બોલવાની કોશિશ કરે ત્યારે થતો અવાજ, હુંપદ; ગર્વ; અહંકાર; પતરાજી


૩૮) ​​ટોટો ​-​ એક જાતનું ઘરેણું; મોટી ટોટી, એક જાતનું દારૂખાનું; હવાઈ; આતશબાજીની એક બનાવટ; મોટો ટેટો, ખોટ; નુકશાન, ગળાનો હૈડિયો; ગળાનો આગલો ભાગ

 

૩૯)​​ ઠઠ ​-​ ટોળું; સમૂહ; જથ્થો, માણસ વગેરેનો ખૂબ ભરાવો કે જમાવ; ભીડ; ગિરદી

 

૪૦)​​ ઠીઠી ​-​ ખડખડ હસવું તે; મોટેથી હસવાનો અવાજ; અટ્ટહાસ્ય, મશ્કરી; હાંસી


ક્રમશઃ 


આધાર 

---------- 

ભગવદ્ગોમંડલકોશ

 

સંકલન :

----------

રાજેશ પટેલ

(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)

મદદનીશ શિક્ષક

મેતપુર પ્રાથમિક શાળા

તા. ખંભાત 

જિલ્લો : આણંદ


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3