શબ્દોની ગમ્મત -1

 *💐શબ્દોની ગમ્મત*💐


આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૧

-------------------

૧)​ કક ​- બગલો


૨)​ કાકા -​ પિતાના નાના ભાઈ


૩)​ કીકી -​ આંખની પૂતળી, બાળકી, લાડકી દીકરી


૪)​ કૂકૂ -​ કોયલનો ટહુકાર, ઇંડાંમાંથી થતી ખાવાની એક વાની


૫)​ કેકે -​ એક ટૂંકુ નામ


૬)​ કોકો -​ એક પીણું, કાગડો, ઝભલું, ચુંબન, નાળિયેર, આલિંગન


૭)​ ખખ -​ ઘરડો ડોસો, ખોખું, ઘણો કાળ જવાથી ઘસાઈને અંદરથી પોલું થઈ ગયેલું, મોટું પણ ખવાઈને નિ:સત્ત્વ થઈ ગયેલું; ખોખરૂં થઈ ગયેલું; ખળભળી ગયેલું; જીર્ણ


૮)​ ખીખી - અવાજ થાય અને દાંત દેખાય તેમ હસવું તે; ખડખડ હસવું તે, મશ્કરીમાં ખીખી હસવું તે; દાંત કાઢવા તે; મશ્કરી કરીને હસવું તે, ખીખી એવો અવાજ કરીને; ખડખડ, વાંદરાનો અવાજ


૯)​ ખોખો - એક રમત


૧૦)​ ખૌ ખૌ - ક્ષુધાનો અતિ આતુરતાદર્શક ઉદ્ગાર


૧૧)​ ગાગા - એક નામ; જેમ કે, લેડી ગાગા


૧૨)​ ગીગી - નાની છોકરી; ગગી, અણસમજુ સ્ત્રી, દીકરી


૧૩)​ ગુંગું​ - નાકમાં થતો કચરો, નાકમાંથી બોલતું; ગૂંગણું, મૂંગું


૧૪)​ ગોગો -​ સાપ,  નાગ


૧૫)​ ઘઘ​ - ઊંટ


૧૬)​ ઘાંઘાં -​ ઉતાવળાં


૧૭)​ ઘુઘુ - વાણિયાઓની એક અટક


૧૮)​ ઘૂઘૂ - ઘુવડ, મૂર્ખ, હોલો, ઊંઘનો અવાજ,​કબૂતરનો અવાજ; કપોતનો અવાજ, ઘુવડનો અવાજ, મોટે સાદે બોલવાથી થતો અવાજ, રેલગાડી, સમુદ્ર વગેરેનો અવાજ.


૧૯)​ ઘોઘો -​ મૂર્ખ, સાપ, અભણ, મોં અને માથું ઢંકાય એવો કપડું ઓઢીને કરેલો ઘુંમટ; ઘંઘોલિયું


૨૦)​ ચાચા – કાકા; બાપના ભાઈ


આધાર 

---------- 

ભગવદ્ગોમંડલકોશ

 

સંકલન :

----------

રાજેશ પટેલ

(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)

મદદનીશ શિક્ષક

મેતપુર પ્રાથમિક શાળા

તા. ખંભાત 

જિલ્લો : આણંદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3