શબ્દોની ગમ્મત* - 5

 💐*શબ્દોની ગમ્મત* 💐


આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૪

-------------------


૪૧)​​ ઠોઠો ​-​ બાફેલા ઘઉં/તૂવેરનો આખો દાણો


૪૨)​​ ડડ​ -​ ભણવામાં ઠોઠ; બુદ્ધિહીણ; મૂર્ખ


૪૩)​​ ડોડો ​-​ એક નામશેષ પક્ષી, ચમરી, જુવારનું કણસલું, આંખનો ડોળો, દાણા ભરેલું ડૂંડું (જેમકે, મકાઈનો ડોડો) ફળફૂલના ગર્ભવાળો નવો ફૂટતો ગોટો, બગડેલું દૂધ; ફાટી ગયેલું દૂધ, હોંશ; ઉત્સાહ


૪૪)​​ તત ​-​ આત્માનો ખરો સ્વભાવ, ગર્ભ; સત્ત્વ, તત્ત્વ; મૂળ વસ્તુ; સાર, નતીજો; પરિણામ, પિતા; જનક, પુત્ર, મુખ્ય હેતુ, વાયુ, સિદ્ધાંત


૪૫)​​ તાતા ​-​ માનો બાપ, તાત; બાપ, નાચવાના તાનનો ઉદ્ગાર, તાતા થૈ; નાચવાના તાલ શીખવાનો એક શબ્દ, બે હથેળી એકબીજા સાથે અફાળતાં નીકળતો અવાજ, બે હથેળી વચ્ચે ટીપીને બનાવેલો રોટલો; ભાખર (આ શબ્દ બાળકો બોલે છે.), ગરમ; ઉષ્ણ, ચમકતું; તેજસ્વી, તાજું, તીવ્ર, તેજ, દાતાર; દાનેશ્વરી


૪૬)​​ તીતી ​-​ ચકલી, તેતર, પક્ષી, મોરને બોલાવવાની સંજ્ઞા


૪૭)​​ તુતુ ​-​ નાનું ગલૂડિયું


૪૮)​​ તોતો ​-​ પોપટ, રોટલો, જીભ, કૂતરાને બોલાવવામાં કે હાંકી કાઢવામાં વપરાતો શબ્દ, ત્યારે; તો પછી


૪૯ ) થૂથૂ ​-​ મોરથૂથૂ, તિરસ્કારવાચક શબ્દ; ફિટકાર,

થૂંકવાથી થતા અવાજની નકલરૂપ અવાજ, થૂંકવાનો અવાજ,

રમતમાંથી અટકવા માટે રમનારાઓથી કરાતો થૂ થૂ અવાજ


૫૦ ) થૈથૈ ​-​ નાચવાનો અવાજ; થેઈ થેઈ; થૈકાર; થનથન; પૃથ્વી ઉપર પગનો ઠેકો વાગે તેમ નાચી કૂદી રહેવું તે; નાચના ઘૂઘરાનો ને રમઝટનો થનથનાટ; નાચમાં ઘૂઘરાઓ અને વાદ્યનો ધ્વનિ અને તેની ધૂન


ક્રમશઃ 


આધાર 

---------- 

ભગવદ્ગોમંડલકોશ

 

સંકલન :

----------

રાજેશ પટેલ

(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)

મદદનીશ શિક્ષક

મેતપુર પ્રાથમિક શાળા

તા. ખંભાત 

જિલ્લો : આણંદ


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3