લક્ષ્ય - લક્ષ
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૨)
---------------------------------------
(૧૫) લક્ષ્ય - લક્ષ
-----------------------
સામાન્ય રીતે 'લક્ષ્ય' અને 'લક્ષ્યાંક' શબ્દો 'ધ્યેય'ના અર્થમાં વપરાય છે, જ્યારે 'લક્ષ' શબ્દ 'ધ્યાન'ના અર્થમાં વપરાય છે.
દા. ત.
--------
(૧) એનું લક્ષ્ય પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બનવાનું છે.
(૨) આ હકીકત પરત્વે હું આપનું લક્ષ દોરું છું.
જોકે, શબ્દકોશોમાં આ બંને શબ્દોના વિવિધ અર્થો આપ્યા છે. એની સાથોસાથ સમાન અર્થ તરીકે ધ્યાન અને ધ્યેય બંને છે. છતાં સામાન્ય રીતે, આ બંને શબ્દો એકબીજાને બદલે વાપરવા જોઈએ નહીં.
સૌજન્ય :
------------
ભાષાગૌરવ
ભાષા નિયામકની કચેરી
ગુજરાત રાજ્ય
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
ટિપ્પણીઓ