ફ્રેન્ચ એ પ્રેમની ભાષા તો રશિયન યુદ્ધની ભાષા!*

 18/02/2025


*ફ્રેન્ચ એ પ્રેમની ભાષા તો રશિયન યુદ્ધની ભાષા!*


*આઠમી અજાયબી-* કળશપૂર્તિ

લેખક – ✒ *માયા ભદૌરિયા*



બહુ જાણીતું વાક્ય છે કે માતૃભાષાને ભૂલી જવી એ તો માને ભૂલી જવા બરાબર છે. માતૃભાષા આપણી રગેરગમાં વસેલી છે. આજના દિવસને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવવાનું કારણ એ પણ છે કે આપણે ગળથૂથીમાં મળેલી માતૃભાષાને ભૂલી ન જઈએ...


પ્રેમની ભાષા ‘ફ્રેન્ચ’

સામાન્ય રીતે આખી દુનિયામાં જેટલી પણ ભાષા અને બોલી છે એમાં પ્રેમ વ્યક્ત કરવા માટે લોકો ‘આઈ લવ યૂ’ આ ત્રણ શબ્દનો ઉપયોગ કરે છે, પણ જાણીને નવાઈ લાગશે કે ફ્રાન્સમાં આવું નથી, કારણ કે ફ્રેન્ચવાસીઓ પોતાનો પ્રેમ શારીરિક રીતે વ્યક્ત કરવાનું પસંદ કરે છે. પ્રેમ વ્યક્ત કરવા માટે તેમને શબ્દોની જરૂર નથી. શેમ્પેઈન, કેન્ડલલાઈટ ડિનર, મોડી રાત સુધી હાથમાં હાથ પરોવીને ફરવું તેમના સ્વભાવમાં છે. રોમાન્સનો કોન્સેપ્ટ લાવનાર જ ફ્રેન્ચ છે અને એટલે જ તેઓ રોમાન્ટિક કહેવાય છે. ફ્રેન્ચ ભાષામાં સંગીત, હાવભાવ અને કવિતાઓ પણ છે અને પ્રેમ વ્યક્ત કરવા માટે તે અસરકારક માધ્યમ ગણાય છે. ફ્રેન્ચવાસીઓ કોઈ નિયમ ફોલો કરતા નથી. પ્રેમ મેળવવામાં ઉતાવળ બિલકુલ કરતા નથી. ક્વોલિટી ટાઈમ માટે તેઓ કોફી પીવાનું નહીં પણ ડાન્સ કરવાનું પસંદ કરે છે.


રશિયન કેમ યુદ્ધની ભાષા ગણાય છે?

મધ્ય યુગની શરૂઆતથી મધ્ય, દક્ષિણપૂર્વીય અને પૂર્વીય યુરોપમાં ‘વોઈવોડ’ શબ્દ સૈન્યના લીડર માટે વપરાતો. ખાસ કરીને મધ્યયુગીન શાસકો અને યુક્રેની, હંગેરિયન તેમજ રશિયન કમાન્ડરો ઉપયોગ કરતા. રશિયાના જારડોમમાં વોઈવોડ એક સૈન્ય ગવર્નર ગણાતો. મૂળ વોઈવોડ એટલે જ યુદ્ધ કે લડાઈ. આ પૂર્વીય સ્લાવ ભાષા છે જે રશિયામાં બોલાય છે. આમ, મધ્ય કાળથી રશિયન પોતાની માતૃભાષાને યુદ્ધની ભાષા ગણાવે છે. હાલમાં પણ રશિયન પ્રમુખ પુતિન પોતાની માતૃભાષા રશિયનમાં જ વાત કરે છે.

વિશ્વની વિચિત્ર ભાષાઓ


આમચી ‘આર્ચી’ : રશિયાના દાગેસ્તાનમાં રિસર નદી પાસે આવેલાં આઠેક ગામડાંમાં ફક્ત 900 લોકો આર્ચી ભાષા બોલે છે. અહીંનું આર્ચિબ ગામ દુનિયાનું સૌથી છેલ્લું એવું સ્થાન છે જ્યાં આ ભાષા બોલાય છે.


જાદુઈ મંત્ર સમાન ‘પિતજંતજત્જારા’ : ઓસ્ટ્રેલિયાના ઉલુરુ પાસે અનંગુ લોકો રહે છે. આ જગ્યા ‘અનંગુ પિતજંતજત્જારા યાંકુનિત્જત્જારા’ નામથી ઓળખાય છે. તેનો શાબ્દિક અર્થ છે ‘એ લોકો જે આવી રહ્યાં છે.’ અને ‘યાંકુનિત્જત્જારા’ એટલે ‘એ લોકો જેઓ જઈ રહ્યાં છે...’


યુનિક એવી ‘યુપિક’ : સાઈબેરિયા અને પશ્ચિમી અલાસ્કાવાસીઓ યુપિક ભાષા બોલે છે. જેમકે, tuntussuqatarniksaitengqiggtuq શબ્દનો અર્થ કંઈક આવો થાય- ‘તેણે હજુ સુધી એવું ફરીથી કહ્યું નહોતું કે તે હરણનો શિકાર કરવા જાય છે.’


સમજી ન શકે એવી ‘સેન્ટિનલીઝ’ : હિંદ મહાસાગરનો એક નાનકડો સેન્ટિનલ ટાપુ કે જેના પર હજુ સુધી બહારની કોઈ વ્યક્તિ પગ મૂકી શકી નથી, કારણ કે જે કોઈ ત્યાં જવાની હિંમત કરે કે આ ટાપુવાસીઓ તીર છોડે છે. કહેવાય છે કે સેન્ટિનલીઝ ભાષા પણ મોટાભાગે અંડમાની ભાષા (શરીરનાં અંગો પર આધારિત) જેવી છે.


ભાષાઓનું અવનવું

આખા વિશ્વમાં ભાષા અને બોલીઓની સંખ્યા સંયુક્ત રાષ્ટ્રસંઘ મુજબ 6800 કરતાં પણ વધારે છે.

સોશિયલ મીડિયા પર જોડાયેલાં લોકોમાં ત્રણમાંથી એક વ્યક્તિ અંગ્રેજી ભાષા સમજે છે.

આજે મોટાભાગનાં ગુજરાતીઓનાં બાળકો અંગ્રેજી શાળામાં ભણે છે, તેમ છતાં આખા વિશ્વમાં 6 કરોડથી પણ વધુ લોકો ગુજરાતી ભાષા બોલે છે.


વિશ્વમાં દરેક ભાષા એક હજાર કરતાં પણ ઓછા વ્યક્તિના સમૂહ દ્વારા બોલાય છે.


પાપુઆ ન્યૂ ગીનીમાં વિશ્વની સૌથી વધારે ભાષા એટલે કે અંદાજે 840 કરતાં વધારે ભાષા છે.


વિશ્વ ભાષા ડેટાબેઝ અનુસાર વિશ્વમાં સૌથી વધુ બોલાતી આઠ ભાષા

1. વિશ્વમાં સૌથી વધારે એટલે કે પહેલા નંબરે અંગ્રેજી ભાષા બોલાય છે. દુનિયામાં અંદાજે 150 કરોડ કરતાં પણ વધુ લોકો અંગ્રેજી બોલે છે.

2. ચીનની મેન્ડેરિન ભાષા વિશ્વમાં બીજા નંબરે છે. વિશ્વમાં અંદાજે 112 કરોડ લોકો મેન્ડેરિન ભાષા બોલે છે.


3. દેશની રાષ્ટ્રભાષા હિન્દી ત્રીજા ક્રમે છે. લગભગ 62 કરોડથી પણ વધુ લોકો આખી દુનિયામાં હિન્દી ભાષા બોલે છે.


4. લેટિન મૂળની સ્પેનિશ ભાષા ચોથા નંબરની સ્ટાઈલિશ ભાષા ગણાય છે. વિશ્વમાં અંદાજે 58 કરોડ લોકો સ્પેનિશ ભાષા બોલે છે.


5. ફ્રેન્ચ રોમાન્ટિક ભાષા તરીકે પણ જાણીતી છે. 54 કરતાં વધુ દેશોમાં બોલાતી ફ્રેન્ચ ભાષા વિશ્વમાં પાંચમા નંબરે છે.


6. છઠ્ઠા ક્રમે સ્ટાન્ડર્ડ અરબી ભાષા છે જે વિશ્વમાં લગભગ 27 કરોડ કરતાં વધુ લોકો બોલે છે. અરબી 26 દેશોની સત્તાવાર ભાષા છે.


7. બાંગ્લાદેશની રાષ્ટ્રીય ભાષા બંગાળી સાતમા નંબરે છે. આખી દુનિયામાં લગભગ 25 કરોડ કરતાં વધુ લોકો આ ભાષા બોલે છે.


8. આઠમા નંબરની રશિયન ભાષા વિશ્વમાં 25 કરોડ કરતાં વધુ લોકો બોલે છે. રશિયા, કઝાકિસ્તાન, બેલારૂસ તેમજ કિર્ગિસ્તાનની આ સત્તાવાર ભાષા છે.


*Source:-*

https://www.divyabhaskar.co.in

----------------------------

ટીમ

✍🏼

*Limited 10 પોસ્ટ*


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)


[ 22,000 વાચકો, *નિજાનંદ* અને  *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, મારું *Limited 10 ✉  પોસ્ટ* ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ 📚 લાઈબ્રેરી]


*જોડાઓ, અમારી સાથે*


વોટ્સએપ: https://wa.me/917041143511?text=Hi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3