જહેમત

 🟠


*જિતુભાઈની જહેમત*


જન્મવાનું ગમે તો ખરા. x

જન્મવાનું ગમે તો ખરું.✓


– માણસ તરીકે જન્મવાની ઇચ્છા થાય ખરી.

– મને પંખી થવાના વિચારો આવે તો ખરા.

– બાળકને પંખીની જેમ ઊડવાની ઇચ્છા થાય ખરી.

– બાળકને બાળકને પંખીની જેમ ઊડવાનું મન થાય ખરું.


– ખરું શિક્ષણ આપવામાં આવે તો એકેક બાળક રસ લે ખરું. એમ કરતાં કરતાં અનેક બાળકો તૈયાર થાય ખરાં.

– શિક્ષક ભાઈઓ વધુ સજ્જ થાય ખરા.

– શિક્ષિકાઓ વધુ સજ્જ બને ખરી/ ખરાં.


– આપણા વ્યવહારો ખરા શુદ્ધ બની શકે ખરા.

– આપણી વાણી ખરી શુદ્ધ બની શકે ખરી.

– શું; નિઃસ્વાર્થ ભાવે આપણું વારંવાર મળવું શક્ય બને ખરું?

– શું; પૈસા વગર જીવન અટકી જાય ખરું?

– સંવેદનશીલતા તો ક્યારેક સ્ત્રીઓ કરતાં વધારે માત્રામાં અમુક પુરુષોમાં જોવા મળે ખરી.


– બરફીનો એકેક ટુકડો ખરો મીઠો હતો.

– સુખડીનું એકેક ચકતું ખરેખરું મીઠું હતું.

– ભાઈ, તમે તો ખરા છો! ભણવા તો આવ્યા, પણ સાથે નોટબુક ને પેન લાવવાનું ખરું ભૂલી ગયા! 

– બહેન, તમે સાથે નોટબુક ને પેન લાવ્યાં છો ખરાં? શબ્દકોશ પણ લાવ્યાં છો એમ? 

તમે સજ્જતાને સમજો છો ખરાં.


– તમે રસોઈ ખરેખરી સ્વાદિષ્ટ બનાવી છે‌ હો!

– ભોજન ખરેખરું જોરદાર હતું.

– તમે ખાધું ખરું કે? 

– હા, અમે તો ખરેખરનું ખાધું.

– કાકાને ને કાકીને કાલે ઠીક નહોતું તોય બંનેએ બધું જ આરોગ્યું ખરું. બેય ખરા અર્થમાં ખરેખરાં ભોગી. 


– દાદા તો ખરા યુવાન છે! આ ઉંમરેય ગિરદી વચ્ચે સ્ટૂટર ચલાવે ખરા.

– દાદી પણ ખરાં નીક્ળ્યાં ! ડર્યા વગર વિશ્વાસથી પાછલી સીટ પર બેસે ખરાં.

એમને થોડાં તો થોડાં દાળભાત તો રોજ જોઈએ ખરાં; સાથે પાપડ પણ ખરો ભાવે!


– તમે તમારી જાતને જ પૂછો : મારાથી આવું ખોટું કરાય ખરું (કે)? 

– શું; અગ્રણી થઈને તમને ખોટાં નિવેદનો (કરવાં) શોભે ખરાં?


– છેવટે કાલે મિલનયોગ થયો ખરો. નિર્દંભ ને ખરું ખણખણતું બોલતા ને લખતા ચોગઠવાળા પ્રિય મિત્ર દેવરાજભાઈ ગોપાણી ઘરે આવ્યા ખરા.

– એમની અને એમના મિત્ર માલાભાઈ યાદવની સાથે ખરા જ્ઞાનપૂર્ણ રોચક સંવાદો થયા.

અમારું મળવું ખરું યાદગાર રહ્યું. ફોટા પાડવાની મારી આદત, પણ એ તો ખરું ભુલાઈ ગયું.


મહિનાઓ પહેલાંની વાત એમણે ખરી યાદ રાખી. મોટી બે કોથળી ભરીને ચોગઠનાં અસલ ટબાં ટબાં મીઠાં બોર લાવીને અમને ઉપકૃત કર્યાં. અમને થયું : આમ કોઈએ આપેલું તરત સ્વીકારી લેવું શોભે ખરું? પણ ખરું તો એ કે – કોઈ કશું ખરા પ્રેમથી લાવે તો એને નકારાય ખરું? 


– સમયનો અભાવ તો રહેવાનો, પણ આવી રીતે ઉમળકે મળતાં રહેવું ગમે ખરું.


*-જિતુ ત્રિવેદી*


(ફેસબુક પરથી સાભાર) 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3