વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૪)


વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૪)

----------------------------------------

શબ્દ 'ફૂલ' છે અને તેનો અર્થ 'ફળ' છે.

----------------------------------------

           અકારણ ન બોલો,

           અપ્રિય ન બોલો,

           વધુ પડતું ન બોલો,

           કવેળાએ ન બોલો.

વિચારો મૂળ તરીકે કામ કરે છે. મૂળ જેટલાં ઊંડાં હશે, વૃક્ષ તેટલું જ ઊંચું થઈ શકશે અને તેનાં ફૂલ અને ફળ સુકાશે નહીં.


વાણીની મહત્તા

--------------------

+ પ્રસંગને અનુરૂપ બોલાયેલો શબ્દ સોનાની ટોપલીમાં મૂકેલા કોહિનૂરના હીરા સમાન છે.

+ શબ્દ શણગારી પણ દે, 

   શબ્દ સળગાવી પણ દે.

+ શબ્દ જ્યોત પણ છે,

   શબ્દ જ્વાળા પણ છે.

+ શબ્દ ઘા પર નમક પણ ભભરાવી શકે અને શબ્દ ઘા પર ચંદનનો લેપ પણ કરી શકે છે.

+ માનવીના બોલ પરથી તેના જીવનનો તોલ થાય છે.

(સૌજન્ય : 'વાણીને ઝરૂખેથી'

  લેખક : પ્રા. ધીરેન્દ્ર રેલિયા)


વાણી અને વક્તા

-----------------------

+ વક્તામાં માત્ર ચાતુર્ય જ નહીં,

    ચારિત્ર્ય પણ હોવું જોઈએ.

+ વકતૃત્વની પાછળ કર્તૃત્વનું 

    બળ જોઈએ.

+ વિચાર, વાણી અને વર્તનમાં 

    એકરૂપતા હોય તો પ્રત્યેક 

    વ્યક્તિ વિભૂતિ બની શકે.

+ મન, વચન અને કર્મનો

   ત્રિવેણીસંગમ એટલે મનુષ્યનું

   વ્યક્તિત્વ અને ચારિત્ર્ય.


(ક્રમશઃ)


પ્રસ્તુતિ : 

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

 ______________

ટીમ

✍🏼

ટીમ *Limited 10 પોસ્ટ* વતી 

સંદીપ જોશી


(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર કરવો નહીં)


[23,000 વાચકો, *નિજાનંદ* અને  *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, *Limited 10 ✉  પોસ્ટ* ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3