લોકસંસ્કૃતિમાં ગાય
૧.
લોકસંસ્કૃતિમાં ગાય
v
પ્રસ્તાવના
આશરે
દશ હજાર વર્ષ પૂર્વે પથ્થરયુગમાં માનવીએ પશુપાલનનો પ્રારંભ કર્યો હશે તેવું
અનુમાન કરવામાં આવે છે. માણસે શિકારમાં મદદ માટે કૂતરા પાળ્યા હશે. કદાચ પશુપાલનની
શરૂઆત કૂતરાથી થઇ હશે. ઇજિપ્તની સંસ્કૃતિમાં જોવા મળતાં છ હજાર વર્ષ પુરાણાં
કૂતરાનાં ચિત્રો આ વાતને સમર્થન આપે છે. એશિયાખંડમાં ભૂમધ્ય સમુદ્રકિનારે પુરાતત્ત્વ
સંશોધન દરમ્યાન પાંચ હજાર વર્ષ પુરાણી ગાયોનાં અને તેમને દોહતા માણસોના ચિત્રો
મળી આવ્યાં છે આમ, કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિ યુગો પુરાની છે. કૃષિ અને
પશુપાલનને માનવીને આર્થિક સદ્ધરતા બક્ષી છે. ખેતી, પશુપાલન, અગ્નિ અને ઓજારોની
શોધે માનવીને ઘર, ધર્મ અને ઉદ્યોગો આપ્યાં અને તેમાંથી જ સંસ્કૃતિ અને સંસ્કાર
સર્જનના પ્રયત્નો શરૂ થયા.
v
ગાયની ઉત્પત્તિ વિશે પૌરાણિક માન્યતાઓ :
ભારતીય
સંસ્કૃતિ અને સભ્યતાના ઉત્થાન અને વિકાસમાં ગાયનું પ્રદાન અમૂલ્ય છે. ગાયની
ઉત્પત્તિ અંગે જુદી જુદી કથાઓ મળે છે. તેમાંની એક પૌરાણિક કથા એવી છે કે સમુદ્ર
મંથન કરતા અમૃત નીકળ્યું અને તેનું પાન કરતાં બ્રહ્માજીના મુખમાંથી ફીણ વળ્યું.
તેમાંથી ગાયનું સર્જન થયું. તો બીજી કથા અનુસાર સમુદ્રમંથનથી નીકળેલાં ૧૪ ઉત્તમ
રત્નોમાં પ્રથમ ત્રણ પ્રાણીરત્નો નીકળ્યાં તે ગાય, ઘોડો અને હાથી સર્વ પ્રકારની
સંપત્તિ પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે. તેથી તેને વસુંધરા કહેવાય છે. તેમ ગાય પણ
માનવને સર્વ સંપત્તિ આપનાર ગણાય છે. તેથી પૃથ્વી અને ગાય માતા જેટલાં જ પૂજય અને
આદરણીય મનાય છે.
v
વૈદિકકાળમાં ગાયનું મહત્ત્વ :
ગોલોકમાં
‘કામધેનુ’, સ્વર્ગમાં ‘સુરભી’ અને મૃત્યુલોકમાં માનવી તેને ‘નંદિની’ અથવા ગાય
કહે છે. ગાયના દૂધ, ઘી, દહીં, છાણ અને મૂતરને ‘પંચગવ્ય’ કહે છે. આ ‘પંચગવ્ય’ નો
ઉપયોગ વેદકાળમાં યજ્ઞો માટે કરાતો. આજના સમયમાં પણ તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં
આવે છે. વૈદિક સાહિત્યના અભ્યાસી શ્રી મેકડોનલે ગાયના વિષયમાં વેદ સાહિત્યમાં
૫૦૦ જેટલા ઉલ્લખો હોવાનું નોધ્યું છે. વેદનું ‘ગો સૂકત’ પ્રસિદ્ધ છે જ.
વૈદિકયુગમાં ગાયોનું મહત્ત્વ ઘણું મોટું હતું. તેથી શત્રુથી ગાયોના રક્ષણ માટે ઇન્દ્રની
સ્તુતિઓ કરેલી જોવા મળે છે. શ્રીમદ્દ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના
દિવ્યરૂપોનું વર્ણન કરતાં કહ્યું છે કે ‘કામધેનુ સ્વરૂપ ગાય હું છું.’ તેથી
ગાયની પૂજા એ ભગવાનની પૂજા છે. પૌરાણિક માન્યતાનુસાર ગાયના દેહમાં ૩૩ કરોડ દેવતાઓનો
વાસ છે, આથી ક્ષત્રિયો ગાયનું રક્ષણ કરવું એને સ્વધર્મ સમજે છે.
v
લોકજીવનમાં પૂજનીય ગાય :
પ્રત્યેક
હિન્દુને મન ગૌ, ગંગા, ગાયત્રી અને ગીતા પૂજનિય અને શ્રધ્યેય રહ્યા છે. લોકજીવન
ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું હોવાથી નાનકડી કોડભરી કુંવારી કન્યાઓ બીજના
વ્રત પ્રસંગે ચાંદામામા પાસે ભાવિ સાસરિયા માટે માગણી મૂકે છે :
‘‘બીજ માવડી ચૂલે તાવડી,
બે ગોધા ને એક ગાવડી.’’
અર્થાત્
હે બીજ માવડી ! અમારે ઘેર ગવરી ગાય હોય અને બે તંદુરસ્ત બળદ હોય, ચૂલે કાયમ તાવડી
રહે એટલે કે મહેમાનોની આવન-જાવન નિરંતર રહે. આ નાનકડી બે પંકિતઓમાં કૃષિજીવન અને
ગોપજીવનની મધુર સુવાસ રહેલી છે. ચૂલે તાવડી દ્વારા ખેતર-જમીનની માગણી નિર્હિત
રહેલી છે અને ખેતી કરવા માટે બળદો અને દૂધ માટે ગાય. લોકકવિ કૃષિસંસ્કૃતિ માટે
ચાર ચીજોને ખૂબ મહત્ત્વ આપે છે :
‘‘દૂધ તો ગાય કા ઔર દૂધ કાય કા ?
પૂત (પુત્ર) તો માય કા ઔર પૂત કાય કા ?
ફૂલ તો કપાસ કા ઔર ફૂલ કાય કા ?
રાજા તો મેઘરાજા ઔર રાજા કાય કા ?’’
બધા
પશુઓના દૂધમાં ગાયનું દૂધ સર્વોત્તમ છે, બધા સગાઓમાં મા જણ્યો ભાઇ શ્રેષ્ઠ સગો
છે. સર્વ ફૂલોમાં કપાસનું ફૂલ સર્વશ્રેષ્ઠ છે અને રાજાઓનોય રાજા તો મેઘરાજા છે
તેના વિના સર્વ રાજાઓ રંક સમાન છે. ‘જે ઘેર તુલસી ને ગાય, ત્યાં વૈદ્ય ન જાય’ એવી
પંકિતઓ પણ આરોગ્ય માટે ગાય ખૂબ જ ઉપયોગી છે તેનું સમર્થન કરે છે.
v
લોકજીવનમાં ગાય સાથે જોડાયેલ વ્રતો ઉત્સવો
:
ગાય
પ્રાચીનકાળથી અત્યંત ઉપયોગી પશુ હોવાથી લોકો તેને પવિત્ર ગણી, પૂજનીય ગણી એના ઉત્સવો-વ્રતોની
ઉજવણી કરવા લાગ્યા. રઘુવંશના રાજા દિલીપે કામધેનુનીપુત્રી નંદિનીની ભકિતભાવથી
સેવા કરીને રઘુ નામનો પુત્ર મેળવ્યો હતો. લોકજીવનમાં ભાદરવા સુદ તેરસથી પૂનમ
સુધીના ‘ગોત્રાટ’ નામના વ્રતમાં ગાયની પૂજા કરવામાં આવે છે. પરણિત સ્ત્રીઓ અખંડ
સૌભાગ્ય અને પુત્રપ્રાપ્તિ માટે આ વ્રત
કરે
છે. શ્રાવણ માસમાં બોળચોથનું વ્રત ગૌ પૂજનનું વ્રત છે. આ પ્રસંગે ભૂદેવોને
વાછરડીનું દાન આપવામાં આવે છે. ગુજરાતના ઘણા પ્રદેશોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત
બાજુ પરણિત દીકરીને ખેડૂત મા-બાપ તરફથી ગાય કે ભેંસ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે,
જેને ‘ધોમેણ’ કહેવામાં આવે છે. શ્રાવણ માસમાં ગાયનું વ્રત કરનારી કન્યાઓ આવતી
ગાયને પૂજીને પછી જ એકટાણું કરે છે. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને ગાયનું
દૂધ ચડાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી લોકશ્રદ્ધા પ્રચલિત છે. કેટલાક લોકો
ચાતુર્માસમાં ગાયોનું પૂજન કરે છે. મૃત્યુ પછી બારમાના દિવસે ગાયને પૂંછડે પાણી
રેડવામાં આવે છે અને ગાય કે વાછરડી બ્રાહ્મણને દાનમાં અપાય છે.
આસો
વદ બારસ એ ‘ગોવત્સ દ્વાદશી’ નામથી ઓળખાય છે. ધનતેરસના દિવસે વાછરડાં સહિત ગાયોની
પૂજા કરવામાં આવે છે. બળદના શીંગડે તેલ અથવા ઘી ચોપડવામાં આવે છે, ગાયોના શીંગડા
અને શરીરને રમચીથી રંગવામાં આવે છે. રાજસ્થાનમાં શ્રી નાથજી વિસ્તારમાં ધનતેરસના
દિવસે ગાયોને રંગીન દોરા અને મોરપીંછથી સુશોભિત કરવામાં આવે છે. કારતક સુદ આઠમે
શ્રી કૃષ્ણ-બળદેવ પહેલવહેલી ‘ગોચરણ લીલા’ કરી તેની યાદગીરી રૂપે ‘ગોપ અષ્ટમી’નો
ઉત્સવ ઉજવાય છે. ઉત્તરાયણના દિવસે આજે પણ ગામડાં અને શહેરોમાં ગાયોને ઘાસ
ખવડાવવામાં આવે છે.
v
લોકજીવનનાં ગાય વિષયક શુકન-અપશુકન :
લોકજીવનમાં
ગાયના શુકન-અપશુકન વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. ઉદાહરણરૂપે આ દુહો જુઓ :
‘‘ચલતે ગૌ અજ દાહિની, વત્સ પિયાવત પાસ,
કરૈ લાભ સુખ જો મિલૈ, બાંઇ તરફ કરે વિનાશ.’’
આ
દુહાનો અર્થ એવો છે કે બહારગામ જતાં જમણી તરફથી વાછરડાને ધવરાવતી ગાય સામી મળે તો
તે ઉત્તમ શુકન ગણાય છે. કોઇપણ કામ સફળ થાય. પણ જો આવી ગાય ડાબી તરફથી સામે મળે તો
અપશુકન ગણાય. ગાયનું વિયાવું પણ આવી માન્યતાઓ ધરાવે છે.
‘‘શ્રાવણ ઘોડા ભાદૂ ગાય, મહા મહિને ભેંસ
વિવાય,
તો ધણી મરે કે જણનારી જાય.’’
એટલે
કે ભાદરવા માસમાં ગાયનું વિયાવું અપશુકનિયાળ ઘણાય છે તેનાથી ઘરધણી મૃત્યુ પામે છે
અથવા તો તેની માતાનું મૃત્યુ થાય એવી લોકમાન્યતા છે. ગાયના રંગ અને આકાર સાથે પણ
અનેક શુભ-અશુભ માન્યતાઓ સંકળાયેલી છે. વરાહમિહિરે ‘બૃહદ્સંહિતા’ માં ગાયનાં
લક્ષણો અને તેના શુકન-અપશુકનનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે.
v
લોકજીવનમાં રંગ અને ખાસિયતો પરથી ઓળખાતી
ગાયો :
લોકસમાજમાં
ખેતી સાથે પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી દરેકના ઘરે ગાય પાળવામાં આવતી. ઘરમાં
એકથી વધારે ગાયો હોય એટલે દરેક ગાયને જુદા જુદા નામે ઓળખવામાં અને સંબોધવામાં આવે
છે. ઉત્તર ગુજરાતમાં ફળતી હોય અને વિયાતી ન હોય વારંવાર ઉથલો મારતી હોય તેવી ગાયને
‘વરોળ’કહે છે. જેને વિયાય ચાર પાંચ મહિના થઇ ગયા હોય તેને ‘બાખડ’ કરે છે. જે ગાય
ફળી ન હોય એટલે કે ગર્ભધારણ ન કર્યો હોય તેને ‘ઠાલી’ કહે છે મૂંઝડી, ધોળી,
જાંબુડી, શેરામી, કાબરી આદિ નામો ગાયના રંગોના આધારે આપવામાં આવે છે. ગાયના સ્વભાવ
પરથી પણ જુદાં જુદાં નામો અને વિશેષણો વપરાય છે. મારકણ સ્વભાવવાળી ગાયને
‘મારકણી’, ગમે ત્યારે દૂધ દોહવા દેનાર ગાયને ‘મઢિયાર’ તરીકે ઓળખવામાં આવે છે. તો
એક જ વ્યકિતને દોહવા દે તેને ‘હથવાર’ કહેવામાં આવે છે.
ગાય
એ પૂજનીય અને પવિત્ર પશુ પ્રાચીનકાળથી આજસુધી મનાયું છે. ગાયને બચાવવા માટે પોતાના
પ્રાણોની આહુતિ આપનાર વીરો અને વીરાંગનાઓ પાળિયા આજેય ગુજરાતમાં અડીખમ ઊભા છે.
ગૌશાળાઓ અને પાંજળાપોળ દ્વારા અશકત અને ઘરડી ગાયોની સેવા વિવિધ સંસ્થાઓ દ્વારા
કરવામાં આવે છે.
સંદર્ભગ્રંથ
:
૧. ‘ભારતીય સંસ્કૃતિ’- ર.વ. દેસાઇ
૨. ‘કંકાવટી’- ભાગ-૧ : સંપાદક : ઝવેરચંદ મેઘાણી
૩. ‘રઢિયાળી
રાત’- સંપાદન : ઝવેરચંદ મેઘાણી
૪. ‘લોક
સંસ્કૃતિમાં પશુઓ’- જોરાવરસિંહ જાદવ
ડૉ.
બિપિન ચૌધરી ‘સમીપ’ ૨૯, અંકુર સોસાયટી,ગોલ્ડનપાર્ક પાસે, એગોલા રોડ,
પાલનપુર,જી.બ.કાં. - મો.૯૪૨૮૧૬૮૭૯૭

બિપિન ચૌધરી ‘સમીપ
ટિપ્પણીઓ