અસાઈન્મેન્ટ સેમ -5 ગુજરાતી 506-507-510

 

સરકારી વિનયન કૉલેજ,  બેચરાજી

ગુજરાતી વિભાગ: 2021-22 

સેમેસ્ટર -: 506/507 અને 510

પેપરનું નામ C.C.-506 :  ગુ.સા.: અર્વાચીન -1

અસાઈન્મેન્ટ_1 અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં વ્યાવર્તક લક્ષણો જણાવો

અસાઈન્મેન્ટ-2  સુધારક યુગના વિશેષ લક્ષણોની ચર્ચા કરો. MCQ માઈક્રોસોફ્ટ ટીમ     

અસાઈન્મેન્ટ-3 જે વિદ્યાર્થી ભાઈ - બહેનોને  ક્લાસમાં સર્જક અંગે  આપેલ પ્રશ્નોતરી પ્રમાણે  અસાઈન્મેન્ટ  તૈયાર કરવાનું રહેશે .   તે સિવાયના વિદ્યાર્થીઓએ  આપેલ અસાઈમેંટ તૈયાર કરવું:  કૃતિ પરિચય 1. સત્યના પ્રયોગો 2. માનવીની ભવાઈ 

અસાઈન્મેન્ટ-4 .   નીચેની ટૂંકનોંધ લખો  (કોઈ પણ બે)                            

(1) ગાંધીયુગનાં ઘડતર પરિબળો અને લક્ષણો

 (2) સર્જક પરિચય : ઉમાશંકર જોશી

              (3) કૃતિ પરિચય આપો:  ગુજરાતનો નાથ

 

પેપરનું નામ C.C.-507 : ભાષાના સ્વરૂપનો અભ્યાસ-1

અસાઈન્મેન્ટ_1: ભાષા એટલે શું ? સમજાવી ભાષાની લાક્ષણિક્તાઓ જણાવો

અસાઈન્મેન્ટ-2: ભાષાના ભેદો વિશે વિસ્તૃત ચર્ચા કરો  અથવા MCQ માઈક્રોસોફ્ટ ટીમ    

અસાઈન્મેન્ટ-3: જે વિદ્યાર્થી ભાઈ - બહેનોને  ક્લાસમાં   આપેલ પ્રશ્નોતરી પ્રમાણે અસાઈન્મેન્ટ ટાઈપ કરીને  તૈયાર કરવાનું રહેશે. તે સિવાયના વિદ્યાર્થીઓએ  આપેલ અસાઈમેંટ તૈયાર  કરવાના રહેશે.    પ્રશ્ન -1 ગુજરાતી ભાષાના શબ્દભંડોળનો સવિસ્તાર પરિચય કરવો . પ્રશ્ન -ઉચ્ચારણ પ્રક્રિયા કઈ રીતે થાય છે. તે સવિસ્તર સમજાવો.         

અસાઈન્મેન્ટ-4 : 1. ભાષા અને લિપિ 2. શબ્દ, પદ અને વાક્યરચના 

 

 

પેપરનું નામ C.C.-510:  અપઠિત

અસાઈન્મેન્ટ_1  આપેલ ગદ્યખંડનું સંક્ષેપીકરણ કરો.     

અસાઈન્મેન્ટ-2: અર્થ વિસ્તાર કરો: 1. હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

                                    2. જંજીરને જે ઘડતી હથોડી ઘડી દિયે છે તલવાર કો દી    અથવા MCQ માઈક્રોસોફ્ટ ટીમ ઓનલાઈન      

અસાઈન્મેન્ટ-3:  કાવ્યનું રસદર્શન કરાવો

સાગર અને શશી

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત

અસાઈન્મેન્ટ-4   આપેલ ગદ્યખંડનું વિવરણ કરો

નારી તું નારાયણીમાં નારીને આદ્યશક્તિ રૂપે, માતૃશક્તિ રૂપે નવાજી છે. અને સાથો-સાથ આજની વરવી વાસ્તવિકતા પ્રત્યે આક્રોશ પણ છે. આજે સ્ત્રી ઉત્કર્ષની વાતો અગાઉ ક્યારેય નહીં થઇ હોય એટલી હો-હા થઇ રહી છેતો બીજી બાજુ નારી પોતાની સ્વાધીનતાના પોકારો કરતી, પુરુષોની પરાવલંબી બનતી જાય છે..... કાં તો એ પુરુષોની ગુલામ છે. કાં તો એ પુરુષોને રીજવતી નારી છે.... પોતાનું ઉન્નત સ્થાન ગુમાવીને તે મનોરંજનનું રમકડું બનતી જાય છે. પણ માનવ જાતમાં સમષ્ટિગત કરુણા અને સ્નેહનું સિંચન કરવાની શક્તિ નારી સિવાય બીજા કોઈમાં નથી..... નારીએ જ પુરુષનીસંસ્કૃતિનું સર્જનને પોષણ કર્યું છે. પણ તે પુરુષ સમોવડી બનીને નહીં પણ સહધર્મચારિણી બનીને.ધર્મ અને ભક્તિના ક્ષેત્રોમાં તો પુરુષ કરતાં સ્ત્રીનું સ્થાન સવિશેષ હતું. એટલે જ સ્વર્ગલોકમાં દેવો કરતાં દેવીઓની સંખ્યા અનેક ગણી છે.

. રવિન્દ્રનાથ ટાગોર માને છે સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે. મનુષ્યની ધારક, રક્ષક અને પોષક ત્રણેની ભૂમિકામાં સ્ત્રી જ છે. વિનય,વિવેક અને વિનમ્રતા- સ્ત્રીના સ્વભાવમાં જ છે. જે ઘરની લક્ષ્મી,કૂળની શાન અને કુટુંબનો પ્રાણ છે.જો કે સ્ત્રીના વાસ્તવ જીવન પર નજર કરીએ તો કંઈક જુદું જ છે.

 

     નોંધ: નિયત સમય મર્યાદામાં અસાઈમેંટ સબમીટ કરાવવાના રહેશે. સમયસર અસાઈમેંટ જમા ના કરાવનાર વિદ્યાર્થી આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ થાય તો  તે અંગેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.                                                                                                                                   

 (ડો.બિપિન ચૌધરી)     

 ગુજરાતી વિભાગ

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3