અલંકારના પ્રકાર અને ઉદાહરણ
વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ અલંકાર
અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા = વર્ણસગાઈ
અને અધિક એથીયે અમર એની આત્માકણી. = વર્ણાનુપ્રાસ
અવિનાશને અન્નકોટના આવે અહર્નિશ અમૃત ઓડકાર. = વર્ણાનુપ્રાસ
આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા ,એમનો જીવ જરીક જેવડો. = વર્ણાનુપ્રાસ
આછું અંધારું ને આછો ઉજાશ હતો. = વર્ણાનુપ્રાસ
આવા અંધારામાં આવ્યા કેવી રીતે ? = વર્ણસગાઈ
આવી કંચન સરખી કાયા એક દિવસ કરમાઈ જશે. = વર્ણાનુપ્રાસ
ઊભી બાળા વિવશ બનીને બારીએ બ્હાવરી શી. = વર્ણાનુપ્રાસ
એ અસત્યનો અવતાર હતો = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ
એને આંખ આગળ આવેલા કેશ દૂર કર્યા. = વર્ણસગાઈ
કરીએ સંપ કુટુંબમાં,શત્રુથી શું થાય ? = વર્ણાનુપ્રાસ
કર્ષે કરમ કાન્હ સો કહીએ. = વર્ણાનુપ્રાસ
કામિની કોકિલા કેલિ કૂજન કરે. = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ
કાશીમા એ કામ કાઢ્યું. = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ
કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થાયા છે = વર્ણસગાઈ
કાળને કબજે કરવાનાં કર્યાં કરતુતો કંઈ કંઈરે. = વર્ણાનુપ્રાસ
કાળા કરમનો કાળો કહાન,કાળું કરતો કામ. = વર્ણાનુપ્રાસ
કાળા કર્મ કરનારી કોઇ સ્ત્રી કેળવણી પામેલી કહેવાશે નહી = વર્ણસગાઈ
કાળી ઝીણી પોતડી બંધ બાંધી બાંધેલા હતા. = વર્ણાનુપ્રાસ
કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે ! = વર્ણાનુપ્રાસ
કૃતવર્મા એ કવચ કાપ્યું. = વર્ણાનુપ્રાસ
કેળવણી પામેલી સ્ત્રી પોતાના પિયુની લાડતી પ્યારી બની રહે છે = વર્ણાનુપ્રાસ
ગુણ ગાયે ઝવેરી રે,પૂરણ પરમાણે. = વર્ણાનુપ્રાસ
જળનો જવાન જળવતી બને. = વર્ણાનુપ્રાસ
જાગ,જગન,જપ તપને તીરથ,તેમાં સૌથી મોટો સત્સંગ.= વર્ણાનુપ્રાસ
જીભ થાકીને વિરમે રે,વિરાટ,વિરાટ વદી. = વર્ણાનુપ્રાસ
જે જોયું તે જાય,ફૂલ ફુલ્યું તે ખરશે. = વર્ણાનુપ્રાસ
જેને ગોવિંદના ગુણ ગાયા રે. = વર્ણાનુપ્રાસ
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. = વર્ણાનુપ્રાસ
તારી તબીબી કાજએ તલખી રહી. = વર્ણાનુપ્રાસ
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ! = વર્ણાનુપ્રાસ
નટવર નિરખ્યા નેન ! તે… = વર્ણાનુપ્રાસ
નિજપદ રમે રામ સો કહીએ,રહીમ કહે રહિમાન રી. = વર્ણાનુપ્રાસ
નિત્ય સેવા,નિત્ય કીર્તન- ઓરછવ,નિરખવા નંદ કુમાર રે.= વર્ણાનુપ્રાસ
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં . = વર્ણાનુપ્રાસ
પંડની પેટી પારસ છે પડયો. = વર્ણસગાઈ
પંડિતોના પારખેની પ્રૌઢ પેઢી ભાંગી પડી. = વર્ણાનુપ્રાસ
પરમાર્થી પરાક્રમી ઘણો,પર મુલકમાં પરવરે. = વર્ણસગાઈ
પાટુંપ્રહારે પૃથ્વી પર પાડયો. = વર્ણાનુપ્રાસ
પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. = વર્ણસગાઈ
પારકું પાતક પોતા ઉપર ઓઢી લીધું. = વર્ણાનુપ્રાસ
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરાને અવર સૌ.= વર્ણાનુપ્રાસ
ફાગણે ફૂલડાં ફોરમ ફોરાવે. = વર્ણસગાઈ
બાંધવ શ્રી બળદેવનો બળિયો. = વર્ણાનુપ્રાસ
ભજ રે ભજ તું ભૂતળમાં. = વર્ણાનુપ્રાસ
ભૂખથી ય ભૂંડી ભીખ છે. = વર્ણાનુપ્રાસ
મઘવાદિક પણ મોત મરે,કોણ માત્રમાં માનવી ? = વર્ણાનુપ્રાસ
માડી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી. = વર્ણસગાઈ
માથે મેવાડી મોળિયો બિરાજે,ખંભે ખંતીલો ખેસ. = વર્ણસગાઈ
મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ. = વર્ણસગાઈ
મુખ મરકાવે માવડલી. = વર્ણસગાઈ
મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતારણ આણે. = વર્ણસગાઈ
મેરુ રે ડગે ને જેનાં મનનો ડગે. = વર્ણાનુપ્રાસ
રાધા રાસ રમે છે. = વર્ણાનુપ્રાસ
રામ કહો,રહમાન કહો કોઉ,કાન્હ કહે રહિમાન રી. = વર્ણાનુપ્રાસ
લગન લગાડી આગ. = વર્ણાનુપ્રાસ
લટકાળા તારે લટકે રે લેરખડા હું લાંભાણી. = વર્ણાનુપ્રાસ
લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. = વર્ણાનુપ્રાસ
લેશ ન લીધો લલિત ઉરનો લ્હાવો જો. = વર્ણાનુપ્રાસ
લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે ! = વર્ણાનુપ્રાસ
વાગે છે રે વાગે છે,વૃંદાવન મોરલી વાગે છે. = વર્ણાનુપ્રાસ
વાઘને વળી વળાવિયા કેવો ! = વર્ણાનુપ્રાસ
વિપત પડયે ન વલખીએ,વલખે વિપત ન જાય. = વર્ણાનુપ્રાસ
વિપદ પડે વણસે નહિ. = વર્ણાનુપ્રાસ
શશીમુખ સરખું સુખ પાસે. = વર્ણાનુપ્રાસ
સાંકળી શેરીમાં સસરો સામા મળ્યા રે લોલ. = વર્ણસગાઈ
સુનાં સ્થાનો સજીવન થયાં,સાંભળું કંઠ જૂના = વર્ણાનુપ્રાસ
સોબતી સિધાવ્યાથી સિધાવ્યાનો સમય હવે. = વર્ણાનુપ્રાસ
સ્નેહીના સૌજન્યને શોભે એવી શીલાએ શાંતિ જાળવી. = વર્ણાનુપ્રાસ
સ્વાર્થ નું સૌ સગું. = વર્ણાનુપ્રાસ
હળવે હળવે હરજી,મારે મંદિરે આવ્યા રે . = વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ / પ્રાસ અલંકાર
અતિ ભલો નહીં બોલવું,અતિ ભલી નહીં ચૂપ.
અતિ ભલો નહીં વરસવું,અતિ ભલી નહીં ધૂપ.= અંત્યાનુપ્રાસ
અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તરતો એમ નેમ દીજીએ.= અંત્યાનુપ્રાસ
ગુણ જશ અપરંપાર,દેશ બધામાં દીઠું,
ભોજનમાં તે ભળે મનુષ્યને લાગે મીઠું = અંત્યાનુપ્રાસ
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં ! = અંત્યાનુપ્રાસ
જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો અન્યને સુખિયાં કરે. = અંત્યાનુપ્રાસ
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત.
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.= અંત્યાનુપ્રાસ
જેની જશોદા માવલડી.
ચરાવે ગોકળ ગાવલડી.= અંત્યાનુપ્રાસ
જો જો રે મોતાના બોલ.
ઊજડ ખેડે બાજ્યો ઢોલ.= અંત્યાનુપ્રાસ
દુર્યોધન પ્રેરિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.= અંત્યાનુપ્રાસ
નહિ વૃક્ષ નહિ વેલ,નહિ પાને નહિ ફૂલે,
નહિ નેત્ર નહિ બીજ, કણેકણે અતિ અમૂલ્યે.= અંત્યાનુપ્રાસ
પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.= અંત્યાનુપ્રાસ
પિંડરે પરવરિયા કહાનડ,વાયે મધુરી વાંસડલી,
કહે નરસૈયો : સેવો નંદનંદન,કાઢે કુળની કાસડલી. .= અંત્યાનુપ્રાસ
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતિ,નાથ મ્હારા ત્હમારી.= અંત્યાનુપ્રાસ
ભયની કાયાને ભુજા નથી,વળી સંશયને પાંખ.
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,ફૂટી એને રૂંવે રૂંવે આંખ.= અંત્યાનુપ્રાસ
ભરતખંડ ભૂતળમાં જનમી જેણે ગોવિંદ ગુણ ગાયા રે,
ધન ધન રે એનાં માતાપિતા ને સફલ કરી એણે કાયા રે. = અંત્યાનુપ્રાસ
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ટિથી બાળ રાજી. = અંત્યાનુપ્રાસ
વિચારતો નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે. = અંત્યાનુપ્રાસ
વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.
વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો. = અંત્યાનુપ્રાસ
હીરાની પરીક્ષા રે,ઝવેરી હોય તે જાણે.
મૂરખ મનમાં મોટો રે,અજણ્યે ઉતારણ આણે.= અંત્યાનુપ્રાસ
યમક / શબ્દાનુપ્રાસ અલંકાર
અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા. = શબ્દાનુપ્રાસ
કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો. = શબ્દાનુપ્રાસ
ચેન નથી મન ! કયમ તને, ભેટયા શ્યામ શરીર.= શબ્દાનુપ્રાસ
જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર… = શબ્દાનુપ્રાસ
દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. = શબ્દાનુપ્રાસ
લોચન મનનો રે ! કે ઝઘડો લોચન મનનો ! = શબ્દાનુપ્રાસ
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો ! = શબ્દાનુપ્રાસ
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે. = શબ્દાનુપ્રાસ
કે હીનજન્મે નવ હીન માનવ;કે હીનકર્મે કરી હીન માનવ. = શબ્દાનુપ્રાસ
ન આવ્યો આત્મજ્ઞાની,ના’વ્યો ગુમાની,પોલ પોતાની પિછાણી.= શબ્દાનુપ્રાસ
ઝાડપર ખિસકોલીઓ ખેલ્યા કરે,ઉપર-નીચે અંધકારને ઠેલ્યા કરે.= શબ્દાનુપ્રાસ
સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો..= શબ્દાનુપ્રાસ
સુલતાનના મોકલ્યા બે ગુપ્તચર ગુલતાનમાં મુલતાન જતા હતા.= શબ્દાનુપ્રાસ
હવે રંગ,બની તંગ,મચાવી જંગ,પીયોજી ભંગ. = શબ્દાનુપ્રાસ
કરે ગાન-તાન-પાન પત્ર હાથમાં રે લોલ. = શબ્દાનુપ્રાસ
ઉપમા અલંકાર
આ વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મૂકાયેલા પ્યાદાં જેવાં લાગે છે.= ઉપમા
આંખમાં સમણાં શું ઊઘડે રાતમાંથી પરોઢિયું. = ઉપમા
આંબો સોને મઢાઇ જાય છે. = ઉપમા
આપણા જેવા સામાન્ય માણસનું ગજુ નહી = ઉપમા
આપણે યંત્ર જેવા નથી કે આખો દિવા કામ કર્યાં કરીએ. = ઉપમા
આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશેને . = ઉપમા
ઊતર્યા રંક ઘરે,શો પુણ્ય પ્રભાવજો ! = ઉપમા
એ ફૂલોની શિતળતા મારી આંખોને જળ છાલકશી સ્પર્શે છે = ઉપમા
એક વખતનું સ્મશાન જેવું ઘર રાત’દિ ધમધમતું થઇ ગયું. = ઉપમા
એના પીળા પડી ગયેલા પાંદડા અદ્લ સોના જેવા લાગે છે. = ઉપમા
કટોરી જેવા રાતા ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરે છે = ઉપમા
કમળ જેવો ખીલતો દિવસ,પોયણા જેવી રાત. = ઉપમા
કવિતા કવિઓને વરદાનની જેમ મળતી હોય છે = ઉપમા
કાચ,ઘડિયાળ અને સત્યની પેઠે ટાઇમ ટેબલ નાજુક છે = ઉપમા
કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. = ઉપમા
કાળું લાંબું ગોળ મોઢાવાળું અજગર જેવું જાનવર ધુમાડો કાઢતું = ઉપમા
કૃતાપરાધ શો આવી ઊભી દીન મુખે પતિ. = ઉપમા
કોઇ મત્ત ગજેન્દ્ર માફક તે ડગલા ભરતો હતો = ઉપમા
ક્યારેક ચાંદનીથી ઝળાહળાં થતી નદીઓ જેવો = ઉપમા
ખરેખર આપણે સૂકા પાંદડાં જેવા ખખડયા કરીએ છીએ = ઉપમા
ગિલાનો હાથ હેન્ડલપર હોય કે નો હોય,છકડોતો રોકેટ જેમ ઊડતો જાય = ઉપમા
ગિલાનો હાથ હેન્ડલ પર હોય કે નો હોય, છકડોતો રોકેટ જેમ ઊડતો જાય = ઉપમા
ગુલછડી સમોવડી હતી એક બાલિકા નમણી. = ઉપમા
ઘઉંની ફલક સોના જેવી થઇ જાય છે.= ઉપમા
જિંદગીનો મારો અભિગમ શૂન્યવત્ જેવો થઇ ગયો = ઉપમા
જેવો ખાખર ફૂલ્યો ફાગણનો તેવી દીસે દેહ. = ઉપમા
જ્યાં દેવોના વર શો પુત્ર પામ્યાં પનોતો. = ઉપમા
ડોહાએ અપ્સરાના જેવી કન્યાના બાપના હથમાં બે રૂપિયા મૂક્યા.= ઉપમા
ડોહાના ગોઠણ છૂટા થઇ ગયા, કેડ સીધી થઇ ગઇ, સોટા જેમ ચાલવા લાગ્યો=ઉપમા
ડોહો સોટા જેમ હાલવાચાલવા લાગ્યો. = ઉપમા
તમે મને નોંધારી છોડીને સાવ સૂનમૂન સાધૂ જેવા થઇ ગયા = ઉપમા
તેનાં લાંબા કાળા વાળ સુર સરિતાના જલ સમા = ઉપમા
તેની ઘનુષ્ય જેવી આંખો સ્થિર અને સખત હતી = ઉપમા
તેનું પાતળું છટાદાર શરીર આ વસ્ત્રમાં ચંદ્રની ઉગતી કળા જેવું મોહક હતું = ઉપમા
તેનું હૃદય ફૂલ સમું સુકોમળ છે. = ઉપમા
તેનો હાથ કઠણ લાકડા જેવો લાગે છે = ઉપમા
દેવ નદી ઘાયલ વાઘણ જેવીએ લાગે છે = ઉપમા
ધીમે ધીમે તે ડગ ધરતો,કોઈ મત્ત ગજેન્દ્રની માફક. = ઉપમા
પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.= ઉપમા
પુરુષની માફક સ્ત્રી પણ કેળવણી લઇ શકે છે = ઉપમા
પોતે રચેલી માયામાં આત્મતત્વ પેઠે ટાઇમ ટેબલમાં બંધાઉ છું. = ઉપમા
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં બાપુ ! = ઉપમા
બળતા અંગારા જેવી આંખો સ્થિર કરી = ઉપમા
બીજા બાપડા, પહાણ સરીખા પારખ્યા. = ઉપમા
ભગિની પ્રેમની ભૂખ રહી ગઇ = ઉપમા
મંદિરમાં થતી પ્રાર્થના અમારી મસ્જિદમાં થતી નામજની જેમ એક જ સ્થાને પહોંચે છે = ઉપમા
મને એનું વચન અપનામ જેવું લાગ્યું = ઉપમા
મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. = ઉપમા
મહુડાના કેટલાક વૃક્ષો ઘમ્મરઘટ વડલા જેવા. = ઉપમા
માણસો માખીઓની જેમ મરતા હતા.= ઉપમા
મુંજ જેવો કલંકી પુરુષ બીજો પૃથ્વી ઉપર કોઇ નથી = ઉપમા
મુગ્ધ કન્યા જેવી નદી આનંદથી સૂર્યના પ્રકાશમાં સ્નાન કરતી હતી.= ઉપમા
મોતી જેવી સફેદ, તેવી સુંદર સુવાળી. = ઉપમા
રૂપે અરુણ ઉદય સરખો. = ઉપમા
વજ્જર સમણા કોટના ગઢને તપાસીએ. = ઉપમા
શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા. = ઉપમા
શશીમુખ સરખું સુખ પાસે. = ઉપમા
શામળ કહે બીજા બાપડા,પ્હાણ સરીખા પારખ્યા. = ઉપમા
શિશુ સમાનગણી સહદેવને. = ઉપમા
સત્તા સુકા ઘાસ બરાબર,બળી આસપાસ બાળે. = ઉપમા
સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે. = ઉપમા
સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ. = ઉપમા
સાણેશ્વરના જંગલોની જેમ બારિયા જતાં મહુડાનું વન પીળાશથી
છલકાઇ જ તું = ઉપમા
રૂપક અલંકાર
અંતરે આંસુના નીરના કૈં ઝરા. = રૂપક
અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા = રૂપક
અમે રે સુકું રૂનું પૂમડું,તમે અત્તર રંગીલા રસદાર. = રૂપક
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધાજી રે ! = રૂપક
આ સંસારસાગર તરવો સહેલો નથી. = રૂપક
આકાશમાં પ્રકાશનો ભવ્ય મહોત્સવ શરૂ થઇ ગયો = રૂપક
આજે સ્ત્રીએ દુઃખદાયી ઝાંઝરિયાં પહેર્યાં નથી = રૂપક
આપણી ચેતનાનો ફૂવારો ઉડી શકતો નથી = રૂપક
ઈંટમાટીને આંગણે રંભારૂપ શી હવે લ્હેકે. = રૂપક
ઊંગતાને પાયે જગની જેલ. = રૂપક
એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. = રૂપક
કેળવણી પામેલું સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી = રૂપક
કેળવણી રહિત સ્ત્રી વાળો સંસાર સિંહવાધના વાસવાળું ભયંકર રાન છે = રૂપક
ક્યારે રે આંબો ટહુક્યો એની વનમાં મ્હેકી વાત. = રૂપક
ખારવાનો આ મનખાદેહ સાવલી જેવો થાય. = રૂપક
ગુજરાતની ભૂમિ જોઇ હું આંદોલિત થઇ ગયો છું = રૂપક
ઘર ધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે. = રૂપક
ચંપક ઝાડ થઇ ગયો = રૂપક
છકડો જીવતું પ્રાણી બની ગયેલો.= રૂપક
છકડો સડક થઈ ગયો, છકડો પવનપંથી ઘોડો થઈ ગયો. = રૂપક
જાગ,જગન,જપ તપને તીરથ,તેમાં સૌથી મોટો સત્સંગ. = રૂપક
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. = રૂપક
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. = રૂપક
ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠલું નાળું વટે કે ખીલો થઈ જાય.= રૂપક
ડામર ડમરો થઈને મહેકે = રૂપક
તન જોગી મન કંચન કામની = શબ્દાનુપ્રાસ / રૂપક
તમારાં ચરણોમાં ધરું કર્તવ્ય – કુસુમો ! = રૂપક
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું. = રૂપક
તેના હ્યદયમાં એક ગર્વની ઊર્મિ થઇ આવી = રૂપક
દમયંતીનું મુખ તો ચન્દ્ર છે. = રૂપક
દરેક મનુષ્ય પૂર્ણ પરમાત્માનો એક અંશ છે = રૂપક
દાદા કેસરી સિંઘના મગજમાં આંધીના જોશથી સ્મૃતિઓ ટકરાઈ રહી હતી = રૂપક
ધણી એટલે જ મૂર્ખ = રૂપક
ધણી સુરભિ સુત છે. = રૂપક
નવપલ્લવોને મમતાભરી નજરે નિહાળતા સ્વામીજી શું બોધિવૃક્ષ નથી ? = રૂપક
પંડની પેટીમાં પારસ છે પડ્યો. = રૂપક
પ્રકૃતિ ખુદ એક માહાન કવિતા છે = રૂપક
પ્રકૃતિ જ મારી મા રહી છે = રૂપક
પ્રેમપંથ પાવકની જ્વાલા ! = રૂપક
ફળીમાં આહલાદનું એક હળવું મોજું ફરી વળ્યું. = રૂપક
ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. = રૂપક
ફૂંટી એને રૂંવે રૂંવે આંખ. = રૂપક
બપોર એ મોટું શિકારી કૂતરું છે. = રૂપક
બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી. = રૂપક
ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ બને છે. = રૂપક
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. = રૂપક
મન ! લોચનનો પ્રાણ તું,મનલોચન એ રીત. = રૂપક
મનહ્યદય હળવા ફૂલ થઇ જાય છે = રૂપક
મનુષ્ય લાગણી શીલ પ્રાણી છે.= રૂપક
મને કેળવણીની માયા જાળમાં ફસાવી દીધો. = રૂપક
મહુડાએ નર્યા રેખાઓના માળખા જેવા લાગે. = રૂપક
મહુડો વસંત અને ગ્રીષ્મ વચ્ચેની સાકળ બની ર્રહે છે. = રૂપક
મીરાં કે પ્રભુ,શ્વાસ અમારો કેવળ એક ટપાલી. = રૂપક
મુંજના અંગે અંગમાંથી દિવ્યતા ઝરતી હતી. = રૂપક
મુંજે એક હાસ્યબાણ છોડ્યું. = રૂપક
મુંજે ફરીથી ઊંચું જોયું,એક હાસ્યબાણ છોડયું. = રૂપક
મેઘ પર મેઘના ડોલતા ડુંગર. = રૂપક
રાજા અને રાણીનાં મોઢાં પર ચિંતાની છયા પથરાઈ ગઈ. = રૂપક
રાતે તડકાએ સીમમાં રાત વાસો કર્યોં. = રૂપક
રોમદ્વારે સર્યું વેગે રક્ત વારિત્વ પામવું. = રૂપક
રૌપ્યઘંટા અહો ! વાગી,ઉઘડયું મુખ આખરે. = રૂપક
વદન સુધાકરને રહું નિહાળી = રૂપક
વદન સુધારકને રહુ નિહાળી = રૂપક
વાણી તો બાણને ફૂલ કાં વીંધી કાં વધામણી. = રૂપક
વૃક્ષ જીવતો જાગતો દેવ છે. = રૂપક
વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. = રૂપક
વેશ-ટેક છે આડી ગલી. = રૂપક
શાળા મહાશાળાની પરિક્ષાના ચક્રાવામાં નાખી દીધો = રૂપક
સુર-અસુરના આ નવયુગી ઉદધિ- વલણો. = રૂપક
સૂણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ! = રૂપક
હરખને શોક ની ના‘વે જેને હેડકી. = રૂપક
ઉત્પ્રેક્ષા અલંકાર
આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું. = ઉત્પ્રેક્ષા
એ મારી સફળતાને જાણે પોતાની સિદ્ધિ સમજતા. = ઉત્પ્રેક્ષા
કાયાના સરોવર જાણે હેલે ચઢ્યા. = ઉત્પ્રેક્ષા
ખુદા જાણે તેમની પાસે આવી ઉભારહ્યા. = ઉત્પ્રેક્ષા
ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ એ કેમેરા સામું હસી રહ્યો. = ઉત્પ્રેક્ષા
ગિલો જાણે છકડો. = ઉત્પ્રેક્ષા
જયાં–ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ. = ઉત્પ્રેક્ષા
જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો = ઉત્પ્રેક્ષા
જાણે તેમનો જવાબ હું સમજી શકીશ કે નહી = ઉત્પ્રેક્ષા
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ. = ઉત્પ્રેક્ષા
થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં. = ઉત્પ્રેક્ષા
થાય છે મારી નજર જાણે હરણ,ને રહે છે ઠેકતી એ ઘાસમાં. = ઉત્પ્રેક્ષા
દમયંતીનું જાણે પૂનમનો ચન્દ્ર. = ઉત્પ્રેક્ષા
દર્દ અને ઉપેક્ષા ગળગૂથીમાંથી જ મળેલા = ઉત્પ્રેક્ષા
દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથીમાંથી જ મળેલાં. = ઉત્પ્રેક્ષા
મન જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું. = ઉત્પ્રેક્ષા
વપુ–તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર–ભાણ. = ઉત્પ્રેક્ષા
શરૂઆતમાં નાયકા પીળા ચટાક વાઘ જેવા લાગતા. = ઉત્પ્રેક્ષા
સવારે પાકેલા ખેતર ઉપર કાન માંડીએ તો જાણે સોનેરી ઘંટડીઓ
રણકતી ના હોય! = ઉત્પ્રેક્ષા
સવારે પાકેલાં ખેતરો પર કાન માંડીએ તો રણકતાં સંભળાય જાણે સોનેરી
ઘંટડીઓ રણકતી ના હોય ! = ઉત્પ્રેક્ષા
સૂર્યમુખીનાં ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કરડાકીવાળો બને છે.=ઉત્પ્રેક્ષા
હૈયું જાણે હિમાલય. = ઉત્પ્રેક્ષા
વાદળ ની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ !
શંકાઓ એવી રીતે રજૂ કરતા કે જાણે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય !
વ્યતિરેક અલંકાર
ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે. = વ્યતિરેક
અમે તો તારાં નેણ બિલોરી,વેણથી યે બોલકાં ગોરી ! = વ્યતિરેક
કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું ! = વ્યતિરેક
ગંગાના નીરતો વધે ઘટે રે લોલ,સરખો એ પ્રેમનો પ્રવાહ રે. = વ્યતિરેક
તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે. = વ્યતિરેક
તે કરતાં ‘ચંદ્રવદની’કહી તો કયાં હું ને ચંદ્ર એક રાસે રે ! = વ્યતિરેક
તેનું મુખ સદાયે પ્રકાશે છે,ચન્દ્ર તો કેવળ રાત્રે જ પ્રકાશે છે. = વ્યતિરેક
દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. = વ્યતિરેક
બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું. = વ્યતિરેક
સાગર સમાન ઉદાર તે,કિન્તુ સાગર નીર ખારાં ખારાં. = વ્યતિરેક
સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ. = વ્યતિરેક
હલકા તો પારેવાની પાંખથી,મ્હાદેવથીય મોટાજી. = વ્યતિરેક
શ્લેષ અલંકાર
અને હૃદય આ નામે પુનિત શ્વેત વાર્ધક્યને. = શ્લેષ
આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે ! = શ્લેષ
જવાની તો આખરે જવાની છે. = શ્લેષ
જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. = શ્લેષ
તપેલી તપેલી છે. = શ્લેષ
રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. = શ્લેષ
રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં. = શ્લેષ
સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે. = શ્લેષ
હું માનવી માનવ થાઉં તો ઘણું. = શ્લેષ
ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે. = શ્લેષ
પાનીમાં પાણી નથી પાણી કેમ કપાશે ? = શ્લેષ
સજીવારોપણ અલંકાર
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? = સજીવારોપણ
આભ રુવે એની નવલખ ધારે ! = સજીવારોપણ
આલિંગે વલ્લરી તરુવરને ! = સજીવારોપણ
ઊગી જવાય વાડે,જો આ ક્ષણે વતન હોય. = સજીવારોપણ
ઋતુંઓ વૃક્ષોને વહાલ કરતા થકતી નથી. = સજીવારોપણ
ઋતુને દૂર વહી જતી જોઇ રહું છું. = સજીવારોપણ
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા. = સજીવારોપણ
એક તો તીફાની રાત ને વાયરો રમણે ચઢ્યો. = સજીવારોપણ
ઓઢી આષાઢનાં આભલાં જંપી જગની જંજાળ. = સજીવારોપણ
કંઈ કાલનું કાજળ મૂકી ધીમે બુઝાતું કોડિયું. = સજીવારોપણ
ખૂંદી ખમે માતા પ્રથમી,વાઢી ખમે વનરાઈ. = સજીવારોપણ
ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાઈ. = સજીવારોપણ
ચાંદની ચાદર ઓઢીને સૂતેલા ડુંગરા = સજીવારોપણ
ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. = સજીવારોપણ
ડાળીએ તિમિર ડોકિયું કરી તાકતું તારો કેડો. = સજીવારોપણ
ડુંગરાઓ પરની હરિયાળીએ નવો વેશ સજી લીધો છે = સજીવારોપણ
તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય. = સજીવારોપણ
તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય. = સજીવારોપણ
તડકાનું પોતું જાય લુછ્તું છાંયડા ભીનું ભીનું. = સજીવારોપણ
ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી. = સજીવારોપણ
દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા. = સજીવારોપણ
દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી.= સજીવારોપણ
નખશિખ નશામાં ઝાડ કૈં ડોલ્યા કરે,ડોલ્યા કરે. = સજીવારોપણ
ને આ બુઠ્ઠો વડ પણ નકારે જ માથું હલાવી. = સજીવારોપણ
પવનના પાંદડાં જોડે ગમ્મત કરે છે = સજીવારોપણ
પ્રાણ તરસ્યા રણની ચીસો સાંભળી,ઝાંઝવાંએ અજબ યુક્તિ કરી. = સજીવારોપણ
ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગયાં છે. = સજીવારોપણ
મને લાગ્યું કે ચાંદો બહુ ધીમે ધીમે ચાલી રહ્યો છે. = સજીવારોપણ
મુગ્ધ કન્યા જેવી નદી આનંદથી સૂર્યના પ્રકાશમાં સ્નાન કરતી હતી. = સજીવારોપણ
મેઘ પર મેઘના ડોલતા ડુંગર. = સજીવારોપણ
રાત ભૂરી ટેકરીઓ પર નિર્વસ્ત્ર બનીને હારબદ્ધ બેસી પડે છે. = સજીવારોપણ
રાતે તડકાએ સીમમાં રાત વાસો કર્યોં. = સજીવારોપણ
રાતોરાત વનપડ પડખું બદલી લે છે. = સજીવારોપણ
સડક પડખું ફેરવીને સૂઇ ગઇ હોય = સજીવારોપણ
સૂનાં સ્થાનો સજીવ થયાં,સાંભળું કંઠ જૂના. = સજીવારોપણ
હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. = સજીવારોપણ
અનન્વય અલંકાર
અંતર જેવું ઓઢણું રાખજે,ને ઓઢણા જેવું અંતર. = અનન્વય
આક્કાનું વર્તન એટલે આક્કાનું વર્તન = અનન્વય
જોગના ધોધ એટલે જોગના ધોધ. = અનન્વય
ટંડેલાઈ ઈ ટંડેલાઈ. = અનન્વય
ધૈર્ય ધરણીના જેવું ધૈર્ય ધરણીના સમી ! = અનન્વય
મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો . = અનન્વય
મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો. = અનન્વય
માં તે માં બાકી વગડાનાં વા = અનન્વય
સાપ એટલે ચક્ષુ:શ્રવા. = અનન્વય
હિમાલય તે હિમાલય = અનન્વય
મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો. = અનન્વય
ગાંધીબાપુ ઈ ગાંધીબાપુ = અનન્વયBack to top
ટિપ્પણીઓ