અસાઈન્મેન્ટ 510 ગુજરાતી સેમ -5
અસાઈન્મેન્ટ 510 ગુજરાતી સેમ -5
અસાઈન્મેન્ટ -1
આપેલ ગદ્યખંડનો સંક્ષેપીકરણ કરો. અથવ સારાંશલેખ- કરો
કોઈપણ એક ગદ્યખંડ
અથવા
આપણા સાહિત્યમાં આજે જીવનને દોરવાની , પુરુષાર્થને નિશ્ચિત પ્રેરણા આપવાની , વિચારને શુદ્ધ કરવાની , ભાવનાને પવિત્ર રાખવાની અને પ્રજાનો અનન્ય વિશ્વાસ મેળવવાની શક્તિ રહી નથી . આજના સાહિત્યે સુંદરતા , નવીનતા , વિવિધતા અને ચમત્કૃતિની ઉપાસના ચલાવી છે . સત્યતા , દઢતા , પવિત્રતા , મંગળતાની ઉપાસના જાણે છોડી દીધી છે . તેથી જૂની ભાષામાં કહીએ તો આજનું સાહિત્ય ‘ આપ્ત ' એટલે કે વિશ્વાસપાત્ર રહ્યું નથી . માટે કેળવણીની શરૂઆતમાં સાહિત્ય ઉપર પહેલાં જેવો આધાર નહિ રખાય . કેળવણીની શરૂઆત હવે તો નિરીક્ષણ , પ્રયોગ અને એને માટે જરૂરી ધ્યાન દ્વારા જ થવી જોઈએ . પ્રત્યક્ષ કાયો કરીને , વસ્તુઓને ઘડીને , યોજનાઓ અમલમાં મૂકીને , કલ્પનાઓ કાર્ય દ્વારા કસીને કેળવણીની શરૂઆત કરીએ કે જેથી પાયામાં કચાશ ન રહે , નબળાઈ રૂપાળી ન લાગે , આત્મવિશ્વાસ પેદા થાય અને પ્રસંગ પડ્યે એકાકી . રહેવાની પણ હિંમત આવે જેમ શંકરાચાર્યે કહ્યું કે અગ્નિ શીતળ છે એમ કોઈ શ્રુતિનાં સો સો વચન ટાંકે તોયે આપણે સ્વીકારતા નથી , તેમ અનુભવની કેળવણી લેનાર માણસ કલ્પનાની જાળમાં ફસાય નહિ . એકલો રહીને પણ એ કહેશે કે અનુભવે આજ સુધી મને દગો દીધો નથી તો હું અનુભવને શી રીતે દગો દઉં ? એ તો પ્રાચીન ઋષિની પેઠે ગાજી ઊઠશે કે હું સત્યનો ઉપાસક છું , સત્યધર્મા છું .
અસાઈન્મેન્ટ -2
આપેલ પંંક્તિઓનો વિચાર-વિસ્તાર કરો / અર્થવિસ્તાર કરો
"છે માનવી જીવનની ઘટમાળ એવી ;
દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી."
અસાઇન્મેન્ટ- 3
આપેલ કવિતાની રસલક્ષી - આસ્વાદલક્ષી સમીક્ષા કરો
આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
અસાઇન્મેન્ટ- 4
આપેલ ગદ્યખંડનું વિવરણ કરો
આજનું સાહિત્ય સત્ય , પવિત્રતા અને મંગલતાને બદલે માત્ર સુંદરતા , નવીનતા , વિવિધતા અને ચમત્કૃતિના ઉપાસના કરે છે . તેથી હવે કેળવણીની શરૂઆત સાહિત્યને બદલે નિરીક્ષણ , પરીક્ષણ , પ્રયોગ વગર કીરી આવા અનુભવની કેળવણીથી નબળાઈઓ છતી થાય છે અને આત્મવિશ્વાસ દૃઢ થાય છે . અનુભવની કેળવણી લેનાર માણસ પોતાને સત્યના સાચા ઉપાસક તરીકે ઓળખાવી શકે છે .
આજનું સાહિત્ય સત્ય , પવિત્રતા અને મંગલતાને બદલે માત્ર સુંદરતા , નવીનતા , વિવિધતા અને ચમત્કૃતિના ઉપાસના કરે છે . તેથી હવે કેળવણીની શરૂઆત સાહિત્યને બદલે નિરીક્ષણ , પરીક્ષણ , પ્રયોગ વગર કીરી આવા અનુભવની કેળવણીથી નબળાઈઓ છતી થાય છે અને આત્મવિશ્વાસ દૃઢ થાય છે . અનુભવની કેળવણી લેનાર માણસ પોતાને સત્યના સાચા ઉપાસક તરીકે ઓળખાવી શકે છે .
ટિપ્પણીઓ