સંક્ષેપીકરણના મહત્ત્વના મુદ્દાઓ

 

  • પ્રશ્નપત્રમાં આપેલ ગદ્યખંડ બરાબર સમજાય તે રીતે, શાંત અને એકાગ્રચિતે વાંચો અને તેનું તાત્પર્ય સ્પષ્ટ થાય તે માટે ફરીથી તે ગદ્યખંડ વાંચી જાઓ.
  • મૂળ ગદ્યખંડમાંથી મહત્ત્વના મુદ્દાઓ જુદા તરવો અને ક્યાંય કશું રહી જતું નથીને તેની ચકાસણી કરો. મુખ્ય મુદા નીચે પેન્સિલથી અન્ડરલાઇન કરી શકાય.
  • સંક્ષેપીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી શકાય. જેવી કે,…
  • તમારા પ્રશ્નપત્રમાં આપેલ ગદ્યખંડમાં રેખાંકિત (લીટી દોરેલા) કે ઘાટા અક્ષરે છાપેલા શબ્દો કે શબ્દસમૂહો માટે તેની નીચે સૂચનામાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેના ઉપયોગ દ્વારા સંક્ષેપ કરી શકાય.
  • મૂળ પરિચ્છેદમાં તમને એમ લાગે કે જુદાજુદા વાક્યો ભેગા કરવાથી વધારાના વિશેષણો, ક્રિયા વિશેષણો કે કયારેક ક્રિયાપદો ટાળી શકાય. એમ છે, તો ત્યાં વાક્યોને ભેગા કરી સંક્ષેપ કરી તેમને પરિચ્છેદ રૂપે લખી શકાય.
  • મૂળ ગદ્યખંડ કે પરિચ્છેદમાં વધારાની લાગતી વિગતોને તમે વિવેકપૂર્વક કાઢી નાખજો. જેવી કે ગદ્યખંડમાંના વિચારને રજૂ કરતા દૃષ્ટાંતો કે ઉદાહરણો, અવતરણો કે દલીલો, અલંકારો કે સરખામણીઓ વગેરે.
  • મૂળ ગદ્યખંડમાં એક જ વિચારનું પુનરાવર્તન થતું જણાય તો એમાંના મુખ્ય હાર્દને પકડી લઈ પુનરાવર્તન ટાળજો. એક જ ભાવને વારંવાર પ્રગટ કરતાં પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો, વિશેષણો, રૂપકો કે પ્રતીકો યા કલ્પનોને વિવેકપૂર્વક દૂર કરજો.
  • વિચારોની ક્રમિકતા જળવાય, કોઈ મહત્ત્વનો મુદ્દો રહી ન જાય અને તમારા તરફથી ગદ્યખંડમાં ન હોય એવો કોઈ નવો મુદ્દો ઉમેરાઈ ન જાય તેની કાળજી રાખી સંક્ષેપ કરજો.
  • સૂચનામાં દર્શાવ્યા પ્રમાણે ત્રીજા ભાગ જેટલો સંક્ષેપ કરજો. સાદી અને સરળ ભાષામાં સંક્ષેપ કરજો. વધુ પડતો ટૂંકો કે લાંબો સંક્ષેપ ન થઈ જાય તેની કાળજી રાખજો.
  • સંક્ષેપ કર્યા પછી મથાળે આખા ફકરાના મુખ્ય વક્તવ્ય કે હાર્દને ટૂંકમાં સ્પષ્ટ કરે તેવો કોઈ સચોટ ને વેધક શબ્દ કે શબ્દસમૂહ સંક્ષેપના શીર્ષક તરીકે પસંદ કરજો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3