cc 509 gujarati mcq
૧. ‘સૉનેટ’ શબ્દના મૂળમાં ઇટાલીયન શબ્દ ‘suono’ રહેલો છે તેનો શું અર્થ થાય ?
(અ) ઘોઘાટ (બ) અવાજ (ક)બોલવું (ડ) રડવું
૨. સર આર્થર ક્વીલર કૂચ સૉનેટ માટે ક્યો શબ્દ પ્રયોજાય છે ?
(અ) sonnet (બ) sonus (ક)sonnette (ડ) sonare
૩. સૉનેટ માટે sonnette શબ્દ કઇ ભાષામાંથી ઉદભવ્યો છે ?
(અ)ફ્રેન્ચ (બ) ઇટાલી (ક)અંગ્રેજી (ડ) ગુજરાતી
૪. સૉનેટને શેના સાથે સંબંધ છે ?
(અ) સંગીત સાથે (બ) વાદ્ય સાથે (ક)સૂર, નાદ સાથે (ડ) ત્રણેય સાથે
૫. લેટિન ભાષામાં સૅાનેટને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
(અ) sonnet (બ) sonus (ક)suono (ડ) sonare
૬. Sonare નો ગુજરાતી અર્થ શું થાય ?
(અ) વાદ્ય સાથે ગાવું (બ) અવાજ (ક)વાદ્ય વગાડવું (ડ) ત્રણેય
૭. સૅાનેટએ કેટલી પંક્તિનું કાવ્ય છે ?
(અ)૧૨ (બ) ૧૩ (ક)૧૪ (ડ) ૧૫
૮. “સૅાનેટ એટલે એકાદ ક્ષણનું સ્મારક”, આ વ્યાખ્યા કોણે આપી છે ?
(અ) પેટ્રાર્ક (બ) રોઝેટી (ક) વડ્ઝવર્થ (ડ) શેક્સપિયર
૯. સૌ પ્રથમ સૅાનેટની શરૂઆત કોણે કરી હતી ?
(અ) દાન્તે (બ) મિલ્ટન (ક) બ્રાઉનીંગ (ડ) ગ્વીતોની
૧૦. સૉનેટ સાહિત્ય સ્વરૂપની શરૂઆત કઇ સદીમાં થઇ હતી ?
(અ) ૧૨મી સદી (બ) ૧૩મી સદી (ક)૧૪મી સદી (ડ) ૧૫મી સદી
૧૧. સૅાનેટ સાહિત્ય સ્વરૂપના મુખ્ય કેટલા પ્રકાર છે ?
(અ) ૩ (બ) ૪ (ક) ૫ (ડ) ૬
૧૨. સૅાનેટમાં અષ્ટક અને ષટક ૮+૬= ૧૪ એવાં પંક્તિ વિભાગ ક્યા પ્રકારના સૅાનેટ જોવા મળે છે?
(અ) પેટ્રાર્ક (બ) રોઝેટી (ક) વડ્ઝવર્થ (ડ) શેક્સપિયર
૧૩. ત્રણેય ચતુષ્ક અને એક યુગ્મ એવા પંક્તિવિભાગ કોણે અપનાવ્યા છે?
(અ) પેટ્રાર્ક (બ) રોઝેટી (ક) વડ્ઝવર્થ (ડ) શેક્સપિયર
૧૪. મિલ્ટનસાઇ સૉનેટ બીજા કયા નામે ઓળખાય છે ?
(અ) ફરજિયાત (બ) નિયમિત (ક) અનિયમિત (ડ) યાદચ્છિક
૧૫. કવિ જ્યારે એકજ વિષયને લઇને એકાધિક સૉનેટો રચે તેને શું કહેવાય ?
(અ) સૉનેટપંચક (બ) સૉનેટમાળા (ક) સૉનેટત્રયી (ડ) સૉનેટયુગ્મ
૧૬. એકજ સર્જક પાસેથી એકજ વિષયને લઇને એક મુખ્ય કારણ શીર્ષક હેઠળ બે સૉનેટ રચાય તેને શું
કહેવાય ?
(અ) સૉનેટમાળા (બ) સૉનેટત્રયી (ક) સૉનેટયુગ્મ (ડ) સૉનેટપંચક
૧૭.સર્જક કેટલી પંક્તિમાં પોતાની વિચારનુભૂતિ આલેખવાની હોય છે ?
(અ) ૧૩ (બ) ૧૪ (ક) ૧૫ (ડ) ૧૬
૧૮.”સૉનેટ એટલે ૧૪ પંક્તિનું લઘુકાવ્ય”, આ વ્યાખ્યા કોની છે ?
(અ)દાન્તે (બ) બ્રાઉનીંગ (ક) મિલ્ટન (ડ) અજ્ઞાત
૧૯.ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ ક્યુ સૉનેટ પ્રાપ્ત થાય છે ?
(અ) ‘અભેદ’ (બ) ‘ભણકારા’ (ક) ‘ઉપહાર’ (ડ) ‘તાદાત્મ્ય’
૨૦. ઇ.સ.૧૨૫૬ થી ઇ.સ.૧૩૨૧ના સમયગાળામાં કયા મહાકવિએ સૉનેટના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો ?
(અ) બ.ક ઠાકોર (બ) સર ટોમસ વાયટ (ક) દાન્તે (ડ) મિલ્ટન
૨૧.અંગ્રેજીના ‘આદ્ય સૉનેટકાર’ કોને કહેવાય છે ?
(અ) સર ટોમસ વાયટ (બ) ગ્વીતોની (ક) બ.ક.ઠાકોર (ડ) દાન્તે
૨૨.બ.ક.ઠાકોરનું ઉપનામ જણાવો.
(અ) ‘શેષ’ (બ) ‘વાસુકી’ (ક) ‘સ્નેહરશ્મિ’ (ડ) ‘સેહની’
૨૩.’મ્હારી મજેહ અને બીજી કવિતાઓ’ કોની પાસેથી પ્રાપ્ત થાય છે ?
(અ) બ.ક.ઠાકોર (બ) જમશેદજી પીતિત (ક) ઉશનસ્ (ડ) નિરંજન ભગત
૨૪.’ભણકારા’ સૉનેટ કઇ સાલમાં પ્રાપ્ત થાય છે ?
(અ) ૧૮૮૫ (બ) ૧૮૮૬ (ક) ૧૮૮૯ (ડ) ૧૮૮૮
૨૫. કવિ કાન્ત પાસેથી કયુ સૉનેટ પ્રાપ્ત થાય છે ?
(અ) ‘નંદનિકા’ (બ) ‘ઉપહાર’ (ક) ‘યમલ’ (ડ) ‘તાદાત્મ્ય’
૨૬.કવિ ખબરદાર પાસેથી ‘નંદનિકા’ સૉનેટ કાવ્ય સંગ્રહ મળે છે તેમાં કેટલા કાવ્યો છે ?
(અ)૨૦૨ (બ)૨૦૩ (ક)૨૦૪ (ડ) ૨૦૫
૨૭.’તાદાત્મ્ય’ નામનું સૉનેટ કોની પાસેથી પ્રાપ્ત થાય છે ?
(અ)ચં.ચી. મહેતા (બ) શેષ (ક) કવિ કાન્ત (ડ) ન્હાનાલાલ
૨૮.’આત્માના ખંડેર’ એ ક્યું પદ્ય સ્વરૂપ છે
(અ)ગરબી (બ)સોનેટમાળા (ક)સોનેટ (ડ) સોનેટમાળા
૨૯.નીચેનામાંથી ક્યું સૉનેટ રમણીક અરાલવાળાનું છે ?
(અ) ‘ઉપહાર’ (બ) ‘વિષાદ’ (ક) ‘વિખૂટા મિત્રને’ (ડ)’મરજીવિયા’
૩૦.નિરંજન ભગત કેટલામાં વર્ષે સૉનેટ રચવાની શરૂઆત કરી હતી ?
(અ)૧૬ વર્ષ (બ)૧૭ વર્ષ (ક)૧૮ વર્ષ (ડ)૧૯ વર્ષ
૩૧.’મૌન’,’કરોળીયો’,’પથ’,’મુંબઇનગરી’ વગેરે કોના ઉલ્લેખનીય સૉનેટો છે ?
(અ) ઉશનસ (બ)જયંત પાઠક (ક) રાજેન્દ્રશાહ (ડ) નિરંજન ભગત
૩૨.પ્રહલાદ પારેખ પાસેથી કેટલા સૉનેટ પ્રાપ્ત થાય છે ?
(અ) ૭ (બ) ૮ (ક) ૯ (ડ) ૧૦
૩૩.કરશનદાસ માણેકનું સ્મરણીય સૉનેટ કયું છે ?
(અ) ‘ભરતી’ (બ) ‘ભવસ્મૃતિ’ (ક) ‘જ્યોતિર્ધામ’ (ડ) ‘વિષાદ’
૩૪.’રાગિણી’, ‘આયુષ્યનાં અવશેષ’ વગેરે કોની સૉનેટમાળાઓ છે ?
(અ)રાજેન્દ્રશાહ (બ) નિરંજન ભગત (ક)કાન્ત (ડ) દેવજી મોઢા
૩૫. ૫૦૦ જેટલાં સૉનેટ કોની પાસેથી પ્રાપ્ત થાય છે ?
(અ) બ.ક ઠાકોર (બ) કવિ ખબરદાર (ક) જયંત પાઠક (ડ) પૂજાલાલ
૩૬. જયંત પાઠક પાસેથી કયું સૉનેટ પ્રાપ્ત થાય છે ?
(અ) ‘પ્રીત’ (બ) ‘રીસ’ (ક) ‘ગ્રીષ્મ’ (ડ) ‘સાગરતટે’
૩૭. ‘જૂનું ઘર ખાલી કરતાં’, ‘તીર્થોત્તમ’ વગેરે ક્યા કવિના સૅાનેટો છે ?
(અ) મકરંદ દવે (બ) બાલમુકુંદ દવે (ક) નાથાલાલ દવે (ડ) પૂજાલાલ
૩૮.પ્રહલાદ પારેખ , રાજેન્દ્રશાહ, નિરંજન ભગત વગેરે ક્યાં યુગના સૉનેટકારો છે ?
(અ) પંડિતયુગ (બ) ગાંઘીયુગ (ક)અનુગાંધીયુગ (ડ)આધુનિક યુગ
૩૯.રામનારાયણ પાઠક ‘શેષ’ ઉપનામથી કયું સાહિત્ય સ્વરૂપની રચના કરે છે ?
(અ) કાવ્યો (બ) વાર્તા (ક) નિબંધ (ડ) આત્મકથા
૪૦. ‘આશ્લેષમાં’ સૅાનેટ કોની પાસેથી પ્રાપ્ત થાય છે ?
(અ) વ્રજલાલ દવે (બ) નાથાલાલ દવે (ક)મકરંદ દવે (ડ) હરિન્દ્ર દવે
૪૧. ‘ખાલી કરેલું ઘર દૂરથી જોતા’ સૅાનેટ કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ?
(અ) રામચન્દ્ર પટેલ (બ) ચિનુ મોદી (ક) રાવજી પટેલ (ડ) બ.ક.ઠાકોર
૪૨.રામચન્દ્ર પટેલ પાસેથી ક્યુ સૉનેટ પ્રાપ્ત થાય છે ?
(અ) ‘ન હવે’ (બ) ‘બા ને’ (ક) ‘રસ’ (ડ) ‘પારિજાત’
૪૩.ઉશનસ્ કયા યુગના કવિ છે ?
(અ) પંડિતયુગ (બ) ગાંધીયુગ (ક)અનુગાંધી યુગ (ડ) આધુનિક યુગ
૪૪. ‘ઉશનસ્’ બીજા કયા નામથી ઓળખાય છે ?
(અ) ‘પ્રવાસી’ (બ) ‘આરણ્યક’ (ક) ‘રખડુ’ (ડ) ‘શેષ’
૪૫.ઉશનસ્ નો જન્મ કઇ સાલમાં થયો હતો ?
(અ)૧૯૨૦ (બ)૧૯૨૧ (ક)૧૯૨૨ (ડ)૧૯૨૩
૪૬.ઉશનસ્ ની માતાનું નામ જણાવો.
(અ) અમૃતાદેવી (બ) સવિતાદેવી (ક) લલિતાબેન (ડ)લીલાવતીબેન
૪૭.ઇ.સ.૧૯૩૬ થી ૧૯૩૮ સુધીનો અભ્યાસ કઇ જગ્યાએ થયો હતો ?
(અ) સાવલી (બ) ડભોઇ (ક) વડોદરા (ડ) સુરત
૪૮.ઉશનસ્ ના પિતાનું નામ શું હતું ?
(અ) મોહનલાલ (બ) ભાનુપ્રસાદ પંડ્યા (ક) ભાનુપ્રસાદ ત્રિવેદી (ડ) કુબેરદાસ
૪૯.ઉશનસે પ્રાથમિક શિક્ષણ કઇ જગ્યાએથી લીધું હતું ?
(અ) મહેસાણા (બ) સિધ્ધપુર (ક) સાવલી (ડ) ત્રણેય
૫૦. ઉશનસ્ કઇ સાલમાં મેટ્રિક પાસ થયા હતા ?
(અ) ૧૯૩૬ (બ) ૧૯૩૭ (ક) ૧૯૩૮ (ડ) ૧૯૩૯
૫૧.ઉશનસ્ ૧૯૩૮માં મેટ્રિક થયા અને એ જ વર્ષે તેમના જીવનમાં બીજો કયો પ્રસંગ બન્યો હતો ?
(અ) લગ્ન થયા (બ) નોકરી મળી (ક)માતાનું મૃત્યુ થયું (ડ) પિતાનું મૃત્યુ થયું
૫૨.ઉશનસ્ ની પત્નીનું નામ શું હતું ?
(અ) ગંગાબેન (બ)શાંતાબેન (ક)શારદાબેન (ડ)સવિતાબેન
૫૩.ઉશનસ્ નું પ્રથમ કાવ્ય કયા સામાયિકમાં પ્રગટ થયું હતું ?
(અ) ‘પરબ’ (બ) ‘શબ્દસૃષ્ટિ’ (ક) ‘પ્રસ્થાન’ (ડ) ‘રખેવાળ’
૫૪. ઇ.સ.૧૯૪૨માં ઉશનસ્ કયા મુખ્ય વિષય સાથે B.A. થયા હતા ?
(અ) સંસ્કૃત (બ) ઉર્દૂ (ક) હિન્દી (ડ) ગુજરાતી
૫૫. ગાંધીજીએ શરૂ કરેલાં ‘હિન્દ છોડો આંદોલન’ માં ભાગ લેવા માટે ઉશનસ્ કેટલો સમય અભ્યાસ છોડી દે છે ?
(અ) ૬ મહિના (બ) ૧ વર્ષ (ક) ૨ વર્ષ (ડ) ૩ વર્ષ
૫૬. ઇ.સ.૧૯૪૪માં ઉશનસ્ શેમાં પાસ થાય છે ?
(અ) B.A. (બ) M.A. (ક) કોવિદ પરીક્ષા (ડ) ટીચિંગ ડિપ્લોમા
---------------------- THE END -----------------------------------------
ટિપ્પણીઓ