સેમ -2-4- 6 અસાઈનમેંટ 2022-23
સરકારી વિનયન કૉલેજ, બેચરાજી
ગુજરાતી વિભાગ : 2022-23
સેમ -2-4- 6 અસાઈનમેંટ
સેમેસ્ટર: 2 પેપર C.C. 202 નિયત કૃતિ: ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ
1. ટૂંકી વાર્તા એટલે શું ? ટૂંકી વાર્તાના લક્ષણો વિગતે ચર્ચા કરો.
2. ગુજરાતી ટૂંકી વાર્તાનો ઉદ્દ્ભવ અને વિકાસ વર્ણવો
3. ગુજરાતી ટૂંકી વાર્તામાં પાત્રાલેખન વિષે ટૂંક નોધ લખો.
4. નીચેનામાંથી કોઈ પણ એક વારતાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો .
1. પૃથ્વી અને સ્વર્ગ 2. લોહીની સગાઈ 3. ટોળું
સેમેસ્ટર: 4 અસાઈનમેન્ટ (મુખ્ય ગુજરાતી)
સેમેસ્ટર: 4 C.C. 404 નિયત કૃતિ: વ્યથાનાં વીતક
1. જોસેફ મેકવાનનું જીવન, ઉછેળ અને ઘડતર પરિબળો આલેખો
2. જોસેફ મેકવાનના નવલકથાકાર તરીકેના વિશેષો આલેખો.
3. ‘વ્યથાનાં વીતક’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.
4. નીચેનામાંથી કોઈ પણ બે રેખાચિત્રોનો આસ્વાદ કરાવો.
1.ભવાન ભગત 2 દરિયો 3. ઘરનો દીવો
સેમ -6 અસાઈનમેન્ટ
C.C.- 606 ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ: અર્વાચીન- 2
1. આધુનિક યુગનાં પ્રેરક પરિબળો અને તેનાં વિશેષ લક્ષણોની વિગતે ચર્ચા કરો.
2. અનુઆધુનિક યુગનાં ઘડતર પરિબળો અને તેનાં વિશેષ લક્ષણોની વિગતે ચર્ચા કરો.
3 . ચંદ્રકાન્ત બક્ષીનું જીવન સાહિત્યિક પ્રદાન વર્ણવો.
4. રઘુવીર ચૌધરીનું સાહિત્યિક પ્રદાન વર્ણવો
C.C.- 607 ગુજરાતી ભાષાના સ્વરૂપનો અભ્યાસ-2
1. આદિમ ભારત- યુરોપીય ભાષાકુળનો પરિચય આપો.
2. ગુજરાતી પ્રાદેશિક બોલીઓ ચર્ચો.
3. ગુજરાતી ભાષાના ઉદભવ અને વિકાસના તબક્કા વર્ણવો.
4. ગુજરાતીના દ્વિરુક્ત પ્રયોગો અને રવાનુકારી શબ્દો વર્ણવો.
C.C.- 610 વ્યવહારભાષા
1. અરજી લેખન
ગુજરાતી વિષયના અધ્યાપકની જાહેરાતના અનુસંધાને અરજી લખો.
2. અહેવાલ લેખન
કોલેજમાં ઉજવાયેલ કાવ્યોત્સવનો અહેવાલ લખો.
3. પત્રલેખન
‘ગૌ- આધારિત પ્રાકૃતિક ખેતીનું’- મહત્ત્વ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો.
4. આપેલ કોઈપણ બે ગદ્યકંડિકાનો અર્થવિસ્તાર કરો
1. એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો, સરળ બનવું ધારીએ એટલું સીધું નથી.
2. અહીં સઘળું અનિશ્ચિત છે દોસ્ત, બસ, એ નિશ્ચિત છે.
3. અફાટ અને અગણિત અહીં ઘણું છે, તું બસ, બધે ગણતરી રહેવા દે..
નોંધ: દરેક પેપર દીઠ ચાર અસાઈનમેંટ લખવા ફરજિયાત છે. તારીખ 25/12/22 થી 31/12/2022સુધીમાં કોલેજ સમય દરમિયાન અસાઈનમેંટ જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદા બાદ અસાઈનમેંટ સ્વીકારવામાં આવશે નહીં.
ડો. બિપિન ચૌધરી
ગુજરાતી વિભાગ
ટિપ્પણીઓ