વિશ્વ પુસ્તક દિવસ
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે શુભેચ્છા 🌹🌹
શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું,
ખૂણો ખાલી જ છે થોડાક પુસ્તક ગોઠવી નાખો!
-ભાવિન ગોપાણી
🌹
પુસ્તક / કિતાબ ઉપર થોડાંક શેર
બરબાદ એટલે ન થયો હું શરાબમાં,
અડધી કમાણી વાપરી છે મેં કિતાબમાં.
***
મેં મારી જિંદગી આપી હતી બસ વાંચવા એને,
થયું એવું કે સુખવાળા હવે પાના નથી મળતા!
***
એ પત્રમાં હતું શું જે મુક્યા કબાટમાં?
કાયમ બધી કિતાબ રહી ખળભળાટમાં!
***
તમને મળી કિતાબ, અનુભવ મળ્યા મને,
શીખ્યા તો બેઉં જણ છતાં સંદર્ભમાં ફરક.
***
અર્થ એક જ છે તમને પ્રેમ અને
કો અભણને કિતાબ દેવાનો.
***
જિંદગીની સાંજે મારે દૃશ્ય એવું જોઈએ છે,
એક પુસ્તક એક ચા ને થોડો ઉમેરાય તડકો.
- વિકી ત્રિવેદી
બધા પુસ્તક પ્રેમીઓને પુસ્તક દિવસની શુભેચ્છાઓ 😊💐
ટિપ્પણીઓ