વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર

 

વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર માટે સૂચનો: 

 

·                      બે પંક્તિઓ વચ્ચેની જગામાં ઘણુંબધું કહેવાયુ હોય છે.જે ખાલી જગાને પુરવાની કળા એટલે અર્થવિસ્તાર.

·                      કાવ્ય પંક્તિને ગધ રૂપ આપવું પણ એનો મૂળ અર્થ સાચવીને.

·                      કાવ્ય પંક્તિનાં મર્મને સમજો અને ગધ સ્વરૂપે વિસ્તારો.

-       બે-ત્રણ વાર વાંચો.(જેથી મર્મ સમજાય)

-    દરેક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો ; આવડે તો પંક્તિને આધારે ભાવાર્થ સમજો.

-    મુખ્ય વિચાર સમજાય એટલે,મુખ્ય વિચારને કાચી સામગ્રી રૂપે તૈયાર કરો. 

-   મર્મનું સમર્થન કરતા ઉદાહરણો આપો, રૂઢિપ્રયોગો કે કહેવતો, અન્ય કવિની લાગુ પડતી કાવ્ય પંક્તિનો ઉપયોગ કરો ,અતિરેક નહીં !

 

 

>>> કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ,

અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.

 

>>> ઘણું જોયું, જાણ્યું તદપિ ઉરતૃષ્ણા નવ શમી ,

       ઘણુ માણ્યું તો યે કંઈક અણમાણ્યું રહી ગયું. 

 

>>> અંધ ને અજ્ઞ બે માં ઓછો શાપિત આંધળો ,

એકાંગે પાંગળો અંધ , અજ્ઞ સર્વાગે પાંગળો.

 

ત્રણ વાના મુજને મળ્યાંહૈયુંમસ્તક અને હાથ
બહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.

અણુબોંબનાં કુંડામાં વાવ્યું હતું એક ગુલાબ
હજી સુધી એ કુંડા એ કોઇ આપ્યો નથી જવાબ

પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નથી
પુષ્પો, પૃથ્વીનાં ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા
તેજનાં ટાપુઓસંસ્થાનો માનવી અરમાનના;
પુષ્પોમારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો

 

પુષ્પો એટલે
ઇશ્વરે લખેલ
સુગંધીત પ્રેમપત્રો

જ્યારે રમેશ પારેખ લખે છે કે

ફુલ
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડુબકી મારે
એવા કોણ મરજીવા છે?


 મણિલાલ હ પટેલની કૃતિમાં

ફૂલથી માટી મહેંકતીફૂલથી મહેંકે પ્રીત
મ્હેંકે મ્હેંકી મટી જવું એની નોખી રીત.

સાથી બે જ ધર્મ અને કર્મ
જિંદગીનો એટલો જ છે મર્મ

સફળતા જિંદગીની હસ્ત રેખામાં નથી હોતી
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી

ઉછળતા દરિયાની જેમ
કરીશ નહીં પ્રેમ
કે ઓટ પછી જીરવાશે કેમ?

ચાહ્યું હતુ એ જીવનનું ઘડતર ન થઇ શક્યું
એક રણ હતું એ રણનુ સરોવર ન થઇ શક્યું

હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !

તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો

તને તારુ ધારેલ સ્વર્ગ મળે
કે તું જે પામે તે સ્વર્ગ બને

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને

જાઓ ભલે જીવનઆશ સર્વે,
ઉત્પાત થાઓઉપહાસ થાઓ,
થાઓ ભલે તિરસ્કાર,
ન એક થાજો પ્રભુપ્રીતિ નાશ.
-રા.વિ.પાઠક

ક્યારેક જિંદગી આપે ઘણુંને શીખવાડે ના કશુ
ક્યારેક જિંદગી લઈ લે ઘણુંને દેખાડે ના તસુ
સાનમાં સમજ મનવા તુતો ચોકીદાર  ઠાલો
જિંદગીમાં તો બેવફામૃત્યુ જ કહેશે અંતે બધુ

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન
હજી જીવનની ઠેસની તો કળ વળી નથી

કહેવાથી જો શમી જતુ હોત આ ચિંતાનુ વન તો કેટલુ સારુ.
આંખ મીંચતા જ અટકી જતુ હોત તોફાનીરણ તો કેટલુ સારુ.
તુજશા સર્જનને ઉત્સર્જન સમજી ભુલાતુ હોત તો કેટલુ સારુ
ડોલર કેરા આ સ્ટીમરોલરને રોકી શક્યો હોત તો કેટલુ સારુ





અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો

    એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાંગે પાંગળો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3